મળતી માહિતી અનુસાર, વારેણા ગામમાં દૂધ ઉત્પાદક મંડળી બાબતે પશુપાલક બહેનોએ બાયડની અરજણ શીતકેન્દ્ર આગળ 800 લીટર દૂધ ઢોળી સાબરડેરીના નામે છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે મંગળવારની રાત્રીએ બે જૂથો સામસામે આવી ગયા હતા. માથાભારે તત્વોએ ખુલ્લી તલવારો લાકડીઓ અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરતાં સનસનાટી મચી હતી. ટોળામાં રહેલા એક વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. તો બંને જૂથમાં 10 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને વાત્રક હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
બાયડમાં વારેણા દૂધ ઉત્પાદક મંડળી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ - Gujarati news
અરવલ્લીઃ જિલ્લાના વારેણા ગામમાં દૂધ ઉત્પાદક મંડળી બાબતને લઇ થયેલા વિરોધે હિંસાત્મક વળાંક લીધો હતો. મંગળવારની રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં તલવારો અને પથ્થરોથી એકબીજા પર હુમલો કર્યો હતો. બંને જૂથના 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં વાત્રક હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
બાયડમાં વારેણા દૂધ ઉત્પાદક મંડળી બાબતે થયેલી બબાલમાં બે જુથો વચ્ચે અથડામણ
ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ વારેણા ગામે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ત્યારબાદ બંને જૂથે સામસામે ફરિયાદ નોધાવી હતી. પોલીસ બન્ને જુથોના કુલ 18 વ્યક્તિઓ અને ટોળા સામે રાયોટીંગ સહિત અન્ય ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.