ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં રમતગમતની કચેરી દ્રારા ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનો સમાપન સમારોહ યોજાયો

અરવલ્લીઃ અરવલ્લી રમતગમતની કચેરી દ્વારા તારીખ 14/06/2019 થી 18/06/2019 દરમિયાન મોડાસા તાલુકા પ્રાથમિક શાળા ચારા રસ્તા ખાતે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ 2019નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું સમાપન મંગળવારે જિલ્લા કલેકટર એમ. નાગરાજન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

By

Published : Jun 18, 2019, 11:03 PM IST

Aravali

આ વર્કશોપમાં 6થી 14 વર્ષના 100 બાળકોને ચિત્રકલાની તાલીમ મેળવે તેવા માટે બે તજજ્ઞો અરવિંદભાઇ પ્રાથમિક શાળા નંબર 1 મોડાસા તથા જયંતીભાઇ વણજારીયા પ્રાથમિક શાળાની નિમણુક કરવામાં આવ્યા હતા.

આ વર્કશોપ 5 દિવસ દૈનિક 2 કલાક તાલિમ માટે આયોજન કરવામાં આવેલ હતું. વર્કશોપમાં ભાગ લીધેલ બાળકોને ચિત્રકામ માટે જરૂરી સાધન-સામગ્રી જેવી કે, ડ્રોઇંગબુક, પેન્સીલ, કંમ્પાસ બોક્ષ, કલરબોક્ષ તથા ડ્રોઇંગ પેપર જેવી સામગ્રી અત્રેની કચેરી મારફતે પુરી પાડવામાં આવેલ હતી.

ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ

ABOUT THE AUTHOR

...view details