અરવલ્લી: કોરોના વાઇરસને લઇ સરકાર દ્વારા ગણેશ પંડાલોને મંજૂરી આપવામં આવી નથી, જેથી આ વર્ષે ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ ભક્તોએ ઘરે ડોલ કે ટબમાં જ કરંવુ પડેશે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, જેથી આ વખતે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માગ વધી છે.
અરવલ્લીમાં ઈકો ફ્રેન્ડલી ગણેશ બન્યા ભક્તોની પહેલી પસંદ
સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તીઓ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ગણેશ ચતુર્થી નિમિતે શ્રદ્વાળુઓમાં માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદાવાનું ચલણ વધ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાપતિ પરિવારો પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણ પ્રેમને પ્રોત્સાહન આપી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી વિવિધ પ્રકારના ગણપતિજીની મૂર્તિ બનાવામાં આવે છે. મૂર્તિ સુકવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે. મૂર્તિકાર મહેશભાઈ ભક્તો માટે રૂપિયા 100 રૂપિયાથી લઈ રૂપિયા 5000 રૂપિયા સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.
પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશચતુર્થી નિમિતે હવે ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે. POPના વિકલ્પરૂપે માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરી લોકો ભકતી સાથે પર્યાવરણની સુરક્ષા કરે તે સમયની માગ છે.