ઘાસચારો અને મારુતિ વાન આગમાં ખાખ થતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુક્યુ હતું. સમય સુચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
ધનસુરાના ઘરમાં આગ, વાન અને ઘાસચારો બળીને ખાખ - gujarat
અરવલ્લીઃ ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા વખતપુરા ગામના ગિરૂસિંહ આલુસિંહ ઝાલાના મકાનમાં આગ લાગતા પશુઓ માટે સંગ્રહ કરેલા સૂકા ઘાસચારામાં અને ઘર નજીક પાર્ક કરેલી મારુતિ વાન બળીને ખાખ થઇ ગયા હતા.
સ્પોટ ફોટો
આગ ની ઘટનાને પગલે દોડી આવેલા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા.ગામલોકોએ ઘટનાનો ભોગ બનેલા પરિવારને સાંત્વના આપી હતી અને ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કામગીરી હાથધરી હતી.