રાજસ્થાન રાજયમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજયમાં દારૂની હેરાફેરી ન થાય તે હેતુથી રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસથી બચવા બુટલેગરે દારૂ ભરેલી કાર પુરઝડપે હંકારતા રિક્ષાને ટક્કર મારી
અરવલ્લીઃશામળાજી સીવીલ સર્કલ પાસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી ઇનોવા કાર અટકાવતા ઇનોવાના ચાલકે પોલીસ પકડથી બચવા પુરઝડપે હંકારી મુકી હતી. તો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરાતા ગભરાયેલા બુટલેગરે ઇનોવાને રોંગની સાઈડ રહેલી પેસેન્જર રિક્ષાને અડફેટે લેતા ૪ મુસાફરોના ઈજાઓ પહોંચી હતી.
gggg
ત્યારે શામળાજીના PSIકે.વાય.વ્યાસ તથા તેમની ટીમે પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તો વધુ તપાસ કરતા કારની માંથી વચ્ચેની તથા પાછળની સીટમાં ગેરકાયદેસર તથા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 300 જેટલી બોટલો તેની કિંંમત 90,000 મળી આવ્યો હતો. આ સાથે પોલીસે 500 રૂપિયાનો 1 મોબાઇલ ફોન તથા.3,00,00 કિંમતની ઇનોવા ગાડીએમ કુલરૂ. 30,90,500નોમુદ્દામાલકબ્જે લઈ આરોપીકિશનલાલ છગનલાલ તૈલીઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે .