મોડાસા ખાતે યોજાયું ભાજપનું સદસ્યતા અભિયાન - gujaratinews
અરવલ્લી: ભાજપ સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ પર ભાજપ દ્વારા દેશવ્યાપી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મોડાસા ખાતે યોજાયું ભાજપનું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુમાં વધુ લોકો જોડાઈને પાર્ટીને વધુ મજબૂત બનાવવા સૌથી મોટા દેશવ્યાપી અભિયાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ટાઉનહોલ ખાતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત યુવાનો હાજર રહ્યાં હતા.