ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં દુર્લભ ઘુવડ ચાઇનીઝ દોરીથી થયું ઘાયલ - arl

અરવલ્લી: તાંત્રિક વિધિમાં તાંત્રિકો ઘુવડની બલી ચઢાવતા હોવાથી ઘુવડની પ્રજાતિ નામશેષ થઈ રહી છે, અને તેમાં પણ સફેદ ઘુવડની પ્રજાતિ દુર્લભ ગણાતી હોય છે. આ પ્રકારના ઘુવડોને તાંત્રિકોમાં વિશેષ મહત્વ હોવાથી લાખો રૂપિયા ખર્ચાતા હોય છે. આવું જ દુર્લભ પ્રજાતિનું ઘુવડ ચાઇનિઝ દોરીનો શિકાર બનતા વનવિભાગ આગળ ન આવતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યું હતું.

ફાઇલ ફોટો

By

Published : Mar 19, 2019, 10:37 AM IST

મોડાસાની માણેકબાગ સોસાયટીમાંથી ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત બનેલું ઘુવડ જમીન પર પટકાયા બાદ તેને હિંસક પ્રાણીઓએ ઘેરી લેતા સ્થાનિક યુવકે બચાવી જીવદયા પ્રેમીને જાણ કરતા તાબડતોડ પહોંચી કરુણા અભિયાન એમ્બ્યુલન્સના સહયોગથી ઈજાગ્રસ્ત ઘુવડનું ઓપરેશન હાથ ધરી તેને બચાવી અને વનવિભાગ ટીમને જાણ કરી હતી. જો કે વનવિભાગની ટીમ મોડે સુધી પહોંચી સુધી ન હતી અને ત્યાર બાદ તે ત્યાં પહોંચતાની સાથે જ તેમણે આ બાબતને લઇને દયા ફાઉન્ડેશનને ખો આપી દીધી હતી.

જુઓ વિડિયો

ABOUT THE AUTHOR

...view details