- તમામ સેવાની ગુણવત્તા ની ચકાસણી બાદ આ સર્ટી અપાય છે
- પ્રાથમિક કેન્દ્ર ખાતે ગુણવત્તાસભર અને તમામ માપદંડો મુજબ આરોગ્યની સેવાઓ મળી રહે તેનું નિયમિત એસેસમેન્ટ કરવામાં છે
- સર્ટીફાઈડ થવા માટે મિનિમમ 70ટકા જરૂરી હોય છે
અરવલ્લીઃ ધનસુરાના ભેંસાવાડા આરોગ્ય કેન્દ્રને ગુજરાતમાં બીજા નંબરનું નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્સ (NQAS)નું સર્ટીફીકેશન એનાયત કરવામાં આવ્યુ છે. એજન્સી દ્રારા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ સેવાની ગુણવત્તાની ચકાસણી બાદ આ સર્ટી આપવામાં આવ્યુ છે. પ્રાથમિક કેન્દ્ર ખાતે ગુણવત્તાસભર અને તમામ માપદંડો મુજબ આરોગ્યની સેવાઓ મળી રહે તેનું નિયમિત એસેસમેન્ટ કરવામાં છે, જેમાં NQASનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃરાજ્યના આરોગ્ય પ્રધાને કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
એસેસમેન્ટ ભારત સરકાર ધ્વારા કરવામાં આવે છે
આ એસેસમેન્ટ ભારત સરકાર ધ્વારા કરવામાં આવે છે. જેમાં કોઈપણ રાજ્યના અગ્રેસર દ્વારા NQASના માપદંડ મુજબ તમામ સર્વિસનું ચેક અપ કરવામાં આવે છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે છે.
ભેંસાવાડાનું NQAS વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરાયું હતું
ભેંસાવાડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મૌલિકભાઈએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત 16-4-2021ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડાનું NQAS વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરાયું હતું. ભેંસાવાડા કેન્દ્ર ખાતે અપાતી તમામ સેવાઓની ગુણવત્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઈન્ફાસ્ટ્રક્ચર, સેવાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સર્ટીફાઈડ થવા માટે મિનિમમ 70ટકા જરૂરી હોય છે.
સર્ટીફિકેશન મળવું એ ધનસુરા અને અરવલ્લી માટે ગૌરવની વાત છે
આ અંતર્ગત 16-4-2021ના રોજ થયેલા એસેસમેન્ટમાં તમામ વિભાગોમાં 88.88 ટકા સાથે ભેંસાવાડા આરોગ્ય કેન્દ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરે આવતા NQAS સર્ટીફિકેશન મળ્યું છે. જે ધનસુરા અને અરવલ્લી માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચોઃગોધરા રેન્જ IGએ લીધી આરોગ્ય કેન્દ્રની મુલાકાત
વિવિધ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા
ભેંસાવાડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મૌલિકભાઈ તથા મહેશભાઈ અને સમગ્ર PHC સ્ટાફની સુંદર કામગીરી થકી આ સર્ટીફિકેશન મળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.બી.સાધુ, જિલ્લા આરોગ્ય અધિકારી આર.જી.શ્રીમાળી, તાલુકા હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામી, આરોગ્યના આશિષભાઈ નાયકે અભિનંદન આપ્યા હતા.