ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં SOG અને શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી 62 ગૌવંશ બચાવ્યા - ટ્રક-કન્ટેનરમાંથી ગૌવંશ બચાવ્યા

મોડાસાઃ જિલ્લા એસ.ઓ.જી અને શામળાજી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન તરફથી ટ્રક-કન્ટેનરમાં 62 ગાય-વાછરડાના ટ્રક-કન્ટેનરનો પીછો કરી કબ્જે લીધા હતા. જો કે, ટ્રક-કન્ટેનર ચાલક અંધારાનો લાભ લઈ પોલીસને મ્હાત આપી ફરાર થઇ ગયા હતા. શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા
પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા

By

Published : Dec 21, 2019, 7:19 PM IST

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ને બાતમી મળતા શામળાજી પોલીસે સાથે અણસોલ ગામ નજીક નાકાબંધી કરી હતી. આ દરમ્યાન એક શંકસ્પદ ટ્રક-કન્ટેનર આવતા અટકાવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રક-કન્ટેનર ચાલકે ટ્રક રોડ પર દોડાવી મુકતા પોલીસે ટ્રક-કન્ટેનરનો પોલીસ જીપમા પીછો કરી વેણપુર ગામ નજીક બસ સ્ટેશન પાસે ટ્રક-કન્ટેનર રોડ પર મૂકી ફરાર થઈ ગયા હતા

શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા
શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા
શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા

પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી ગાય-વાછરડા નંગ-62 કીં.રૂ.186000/-તથા ટ્રક-કન્ટેનર કીં.રૂ.10,00,000/- મળી કુલ રૂ.11,86,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. જ્યારે ગૌવંશને ઇડર પોજરાપોળ મોકલી આપી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details