અરવલ્લીના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો - વાત્રક ડેમ
અરવલ્લીઃ જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મોટા ભાગના ડેમો છલકાયા છે અને બીજા ડેમો છલકાવાની તૈયારીમાં છે. અરવલ્લી જિલ્લાની નજીક આવેલા રાજસ્થાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમમાં સતત પાણી આવી રહ્યું છે, ત્યારે અરવલ્લીના ડેમોની વાત કરવામાં આવે તો માઝુમ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
અરવલ્લીના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો
જ્યારે, વાત્રક ડેમમાં પણ પાણીની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની 157.10 મિટર મહત્તમ સપાટી છે, જેનું રૂલ લેવલ જાળવવા માટે 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 9 દરવાજામાંથી હાલ બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદના પગલે મોટા ભાગના ડેમોમાં મહત્તમ પાણી ભરાઇ ગયું છે અને ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે.