ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - demanding construction of a civil hospital

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણ અને જિલ્લાવાસીઓને આરોગ્ય સેવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે કારણે અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી. જો આ બાબતે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

aravalli civil hospital
aravalli civil hospital

By

Published : Jul 20, 2020, 6:17 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા ઘણા સયમથી સિવિલ હોસ્પિટલની માગ તેજ બની છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પણ આ મુદ્દાને લઇને સક્રિય થઇ છે. સોમવારે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ ફરીથી એક વખત જિલ્લા કલેકટરને આવેદન આપી વહેલી તકે સિવિલ હોસ્પિટલ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.

સિવિલ હોસ્પિટલ માટે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર

અરવલ્લી કોરોના અપડેટ

  • કુલ સક્રિય કેસ - 17
  • કુલ ડિસ્ચાર્જ - 229
  • કુલ મૃત્યુ - 24

કોરોના વાઇરસના દર્દીઓની પડતી હાલાકીને લઇને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલની બનાવવાની માગ ઉઠી છે. લોક માગને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સિવિલ હોસ્પિટલ બનાવવા માટે સતત પ્રદર્શન અને આવેદનપત્ર આપી રહી છે.

મુખ્ય પ્રધાનને પત્ર લખી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે ધારાસભ્યોએ કરી માગ

સોમવારના રોજ વધુ એક વાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું ઝડપથી બનાવવાની માગ કરવામાં આવી રહી છે. જો સરકાર કે વહીવટી તંત્ર પાસેથી આગામી ગુરૂવાર સુધી કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા મથકે અને તાલુકા મથકે પ્રતીક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અરવલ્લી સાથે રાજકીય કિન્નાખોરી રાખી અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details