અરવલ્લી : લૉકડાઉનની અવધી વધાર્યા પછી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસમાં પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે એક્સ આર્મીમેન પણ જોડાયા હતા. જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ દર્દી નથી છતાં તકેદારીના ભાગરૂપે લૉકડાઉનને વધુ કડક બનાવવા ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું.
મોડાસામાં પોલીસે યોજી ફૂટ માર્ચ, લઘુમતિ વિસ્તારમાં પોલીસનું ફૂલોથી સ્વાગત
લૉકડાઉનની અવધી વધાર્યા બાદ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસમાં પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે એક્સ આર્મીમેન પણ જોડાયા હતા.
મોડાસામાં પોલીસનો ફૂટ માર્ચ, લઘુમતિ વિસ્તારમાં પોલીસનું ફૂલોથી સ્વાગત
ફૂટ માર્ચમાં પોલીસ વડા મયુર પાટીલ જોડાયા હતા. આ કપરા સમયે પોલીસનું મનોબળ વધારવા, મોડાસાના લઘુમતિ વિસ્તારમાં મોહદ્દીષે આઝમ મિશન તેમજ લોકોએ પોલીસ કર્મચારીઓ પર ફુલ વરસાવી તેમજ સેનેટાઇઝરની બોટલો આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. પોલીસે કેટલાક વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે લોકોને લૉકડાઉનનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.