અરવલ્લી જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 331 થયો - The number of passing corona
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ 2 પોઝિટિવ દર્દીઓ નોંધતા સંક્રમિત દર્દીઓનો આંક 331 થયો છે. હાલ 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.
અરવલ્લીઃ જિલ્લામાં શનિવારના રોજ કોરોના વધુ 2 પોઝિટિવ દર્દીઓ નોંધતા સંક્રમિત દર્દીઓનો આંક 331 એ પહોચ્યો હતો. જે પૈકી 263 સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. હાલ Covid-19 ના 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લા ડેમાઇમાં શનિવારના રોજ 2 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 331 પહોંચ્યો હતો. પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલા પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 1354 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 1 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 20 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 3 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,અમદાવાદ હોસ્પિટલોમાં 3 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 સારવાર હેઠળ છે. આમ, કુલ- 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.