ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની PTC કોલેજમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ - modasa

અરવલ્લી: જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસામાં આવેલી લાટીવાલા પી.ટી.સી કોલેજમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓને વિવિધ મેડલ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાર્ષિકોત્સવ

By

Published : Mar 28, 2019, 2:22 AM IST

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી લાટીવાલા PTC કોલેજમાં દર વર્ષે વાર્ષિકોસ્તવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ચાલુવર્ષમાંતેમજ પાછલા વર્ષમાં સારો દેખાવ કરનારા તાલિમાર્થીઓનું વિવિધ કેટેગરી અંતર્ગત મેડલ્સ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.. ત્યારે વર્ષ 2019ના આ વાર્ષિકોત્સવમાં પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાંહતા.આ સાથે જ પીટીસી કોલેજમાં યોગદાન આપનાર પ્રાધ્યાપક ડૉક્ટર સંતોષ દેવકરનો વિદાય સમારોહ પણ યોજાયો હતો.

વાર્ષિકોત્સવ

આ પ્રસંગે ડૉક્ટરસંતોષ દેવકરે લાટીવાલા કોલેજમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી હતી, ત્યારે કૉલેજમાં કાર્યકારી આચાર્ય તેમજ આચાર્ય બન્યા હતા. વાર્ષિકોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તાલિમાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઇ શાહ સહિત કોલેજનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details