અરવલ્લીઃ જિલ્લો કોરોનાની ઝપેટમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોના વિસ્ફોટ યથાવત રહેતા વધુ 6 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા 74 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. અત્યાર સુધી ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ હતા પરંતુ હવે લોકલ ટ્રાન્સમીશન શરૂ થયું છે. જેથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અરવલ્લીમાં કોરોનાના લોકલ ટ્રાન્સમિશનની આશંકા વચ્ચે ભયનો માહોલ
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. ત્યારે જિલ્લામાં 6 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેના કરણે 74 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. અત્યાર સુધી ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ હતા પરંતુ હવે લોકલ ટ્રાન્સમીશન શરૂ થયુ છે. જેથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોડાસા નગરમાં NGO સંચાલિત ઘી ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસીસ સેન્ટરના કર્મીનો રીપોર્ટ પોઝિટિવ આવતા લોકલ ટ્રાન્સમીશનનો ખતરો વધ્યો છે. આ કર્મીના હાથે 35 કીડનીની બીમારીથી પીડાતા દર્દીઓનું ડાયાલિસીસ થયું હોવાનું બહાર આવતા ડાયલિસીસ સેન્ટર સીલ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ડાયલિસીસ થયેલા 5 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસામાં 31 વર્ષિય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેનું બીજા જ દિવસે મોત થયુ હતું. આ યુવકની માતાનું 10 દિવસ પહેલા મૃત્યુ થયુ હતું. જેમનુ ઘી ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પિટલમાં ડાયાલિસીસ કરવામાં આવ્યુ હતું. યુવકની માતાની કીડનીની સારવાર અમદાવાદ ચાલી રહી હતી ત્યાંથી અગ્મય કારણે ડીસ્ચાર્જ કર્યા બાદ મોડાસામાં બે થી ત્રણ દવાખાનાઓમાં સારવાર લીધી હતી.
મળતી માહિતી અનુસાર સૌથી મહત્વની બાબત એ છે કે, મૃતક મહિલાની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, જે નર્સ સારવાર કરી રહી હતી, તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેણે મોડાસામાં દર્દીના સંબધીઓને જાણ કરી હતી પરંતુ મહિલાનું મોત થયું હોવાથી આ વાતની ન તો ઘરના સભ્યોએ તસ્દી લીધી ન તો અરોગ્ય વિભાગે બહારથી આવેલા દર્દીઓની કોઇ તપાસ કરી જેના કારણે હવે અરવલ્લી જિલ્લામાં લોકલ કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન ઝડપથી થશે તેવી આશંકાઓ સેવાઇ રહી છે. આ એક જ કેસના સંપર્કમાં આવેલા અત્યાર સુધી પરિવારના 16 સભ્યોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.