ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા ખાતે કૃષિ મહોત્સવ તેમજ કૃષિ સેમિનાર યોજાયો

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવ અભિયાન અંતર્ગત જિલ્લાના મોડાસાની દર્શન એકેડમી ખાતે ઉર્જાપ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ યોજાયો હતો.

મોડાસા ખાતે કૃષિ મહોત્સવ તેમજ કૃષિ સેમિનાર યોજાયો

By

Published : Jun 17, 2019, 10:41 AM IST

પ્રાસંગિક પ્રવચન કરતા ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ મહોત્સવનો આરંભ કર્યો છે. જેમાં ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજી સાથે અદ્યતન પદ્ધતિનું માર્ગદર્શન મળી રહે તેવો આશય છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. જેના પરિણામે કૃષિ વિકાસનો દર બે આંકડામાં પહોંચી ગયો છે. જેમાં શ્રેષ્ઠ પદ્ધતિ દ્વારા શ્રેષ્ઠ ઉત્પાદન મળતુ થયું છે, જે કૃષિ મહોત્સવ દ્વારા સમૃદ્ધિનું વાવેતર કરાયું છે.

મોડાસા ખાતે કૃષિ મહોત્સવ તેમજ કૃષિ સેમિનાર યોજાયો

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર, શિલ્ડ તથા ચેકનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોના વિષયોક્ત અનુભવોનું આદાન-પ્રદાન, પ્રશ્નોતરી, પશુપાલન અંગેની પ્રશ્નોત્તરી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિલક્ષી તેમજ પશુપાલન અંગેની માહિતી પુરી પાડવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details