જિલ્લાની LCB અને SOG સહિતની ટીમને મોટી સફળતા મળી હતી. મોડાસાના સાયરા ગામની માસુમ પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. આ સાથે જ સમગ્ર ઘટનામાં જે કારનો ઉપયોગ કર્યો હતો, તે કાર પણ પોલીસે કબ્જે કરી છે. ધરપકડ કરાયા બાદ આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોડાસા દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે 3 આરોપીઓની ધરપકડ કરાઈ
અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામે યુવતીના દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે, મોડાસાના સાયરા ગામે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ રીતે ઝાડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આ યુવતીનું દુષ્કર્મ અને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ કેસની ફરિયાદ પણ લેવામાં આવી નહોતી. જે કારણે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. જે બાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી. આ ઘટના અંતર્ગત શનિવારે અમદાવાદના સાંસદ ડૉક્ટર કિરિટ સોલંકીએ, પીડિતાના પરિવારની મુલાકાત કરી માત્ર સાંત્વનાઓ પાઠવી હતી.