ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરમાં યુવકને કથિત કુકર્મની સજા આપવા કઢંગી વાળ કાપ્યા - video viral

અરવલ્લી(Aravalli) જિલ્લાના માલપુર પંથકમાં એક પરણીત યુવક સગીરાને ડુંગર પર લઇ ગયો હોવાનું ધ્યાને આવતા સગીરાના પરિવારજનો અને ગ્રામજનોએ યુવકને સજા આપી હતી. યુવકના કઢંગી વાળ કાપી, માફીનામામાં સહી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે.

માલપુરમાં યુવકને કથિત કુકર્મની સજા આપવા કઢંગી વાળ કાપ્યા
માલપુરમાં યુવકને કથિત કુકર્મની સજા આપવા કઢંગી વાળ કાપ્યા

By

Published : Jul 23, 2021, 6:54 PM IST

  • અરવલ્લીમાં યુવકને સગીરાને ડુંગર વિસ્તારમાં લઈ જવું ભારે પડ્યુ
  • માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને સજા આપી હોવાની ચર્ચા
  • યુવકને માર મારી માથે મુંડન કરાતો વિડીયો વાયરલ

અરવલ્લી: માલપુર તાલુકાના અંતરીયાળ મેવાડા ગામમાં કેટલાક લોકો એક યુવકના માથાના અડધા વાળ કાપી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી હતી. વીડિયોમાં સંભળાય રહ્યુ છે, જે પ્રમાણે તેના વાળ કાપવામાં આવી રહ્યા છે, તે પરણીત છે અને કોઇ કામકાજ અર્થે ગામમાં અવર-જવર કરતો હતો અને ગામની કોઇ સગીરાને પ્રલોભન આપી ડુંગરની તળેટીએ લઇ ગયો હતો.

આ પણ વાંચો-3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, આરોપીને સજા-એ-મોત

સગીરાને ઘરે મોકલી આપ્યા પછી યુવકને સરપંચને સોંપી દેવામાં આવ્યો હતો

આ અંગેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેમણે પીછો કરી પરણીત યુવક અને સગીરાને ઝડપી લીધા હતા અને ત્યારબાદ હંગામો થયો હતો. સગીરાને ઘરે મોકલી આપ્યા પછી યુવકને સરપંચને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયોમાં સરપંચ નામનો શખ્સ પુછપરછ કરતો જોવા મળે છે અને યુવક હાથ જોડી ભૂલ થઇ ગઈ હોવાની માફી માંગી રહ્યો છે. આખરે સગીરાના પરિવારજનો અને લોકોએ પરણીત યુવકની કરતૂતની લોકોને ખબર પડે તે માટે સજા રૂપી માથાના અડધા વાળ કાઢી નાખ્યા હતા.

આ પણ વાંચો- 13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના: આરોપી આધેડને ફાંસીની સજા થાય તેવી લોકમાગ

સમગ્ર મામલો હવે ધીરે-ધીરે ચર્ચામાં આવી રહ્યો છે

જો કે, સમગ્ર મામલો હવે ધીરે-ધીરે ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં સગીરાના પરિવારજનો અને અગ્રણીઓને કાયદો હાથમાં લઇ પરણીત યુવકને સજા આપવાની સત્તા કોણે આપી અને કાયદો હાથમાં લેનાર શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી થશે કે નહીં તેવા પ્રશ્નો હાલ ચર્ચાઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details