ગુજરાત

gujarat

ETV Bharat / state

નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો

મોડાસા : નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો
સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો

By

Published : Jan 5, 2020, 3:44 AM IST

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગેના કેટલાk કિસ્સા રોજબરોજ સામે આવે છે, ત્યારે આ અંગેની સમજણ આપવા માટે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કામ કરતા સરકારી અને અન્ય કર્મચારીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય બિઅનામત વર્ગ આયોગના સેક્રેટરી ડૉ.દિનેશ કાપડિયાએ ઉપસ્થિતિ રહી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો
આ સેમિનારમાં રિયલ લાઈફમાં સ્ત્રીઓની જાતીય સતામણીની ઘટનાઓનું નાટ્યત્મક રૂપાંતરણ કરી કર્મચારીઓને સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details