- પાટણ યુનિ.ના પ્રતિનિધિએ અરવલ્લીના મોડાસા કોલેજ કેમ્પસની મુલાકત લીધી
- પરીક્ષાના પ્રશ્નોના સમાધાન અને મૂંઝવણ નિવારવાના કાર્યક્રમનું આયોજન
- HGNUના EC મેમ્બરે પ્રેરક ઉદબોધન કર્યુ
અરવલ્લી: શ્રી એમ. કે. શાહ(લાટીવાળા) સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર હરેશ ચૌધરી દ્વારા યુનિવર્સિટીને લગતા, પરીક્ષા વિષયના વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન અને મૂંઝવણ નિવારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તેમણે સર પી. ટી. સાયન્સ કોલેજના ઉપક્રમે યોજાયેલા આંતરરાષ્ટ્રીય શોધ સેમિનારમાં હાજરી આપી પ્રેરક ઉદબોધન કર્યુ હતું.
વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે સમજણ આપવામાં આવી
સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તેમજ પરીક્ષા વિષયના પ્રશ્નો મૂંઝવતા હોય છે. ઘણી વખત યુનિવર્સિટીને લગતુ કોઇ કામ ન થાય, ત્યારે વિદ્યાર્થીઓ ભારે હતાશા અનુભવે છે. આવા પ્રશ્નોનો કેવી રીતે નિવેડો લાવવો તેની સમજણ આપવા માટે અરવલ્લીના મોડાસામાં આવેલા કોલેજ કેમ્પસ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર હરેશભાઈ ચૌધરીએ વક્તવ્ય આપ્યુ હતું. જેમાં યુનિવર્સિટી દ્વારા લેવાનારી પરિક્ષાઓ અંગે સમજણ આપી ડિગ્રી સર્ટિફિકેટ, યુનિવર્સિટીની સિંગલ વિન્ડો સિસ્ટમ અને સામાજિક સેવાકાર્ય પ્રત્યે અભિરૂચિ કેળવવાની પ્રેરણા આપી હતી.