ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનારની ધરપકડ માટે ભવ્ય રેલી યોજાઈ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં જિલ્લા સેવા સદન અને એસપી કચેરી સામે આવેલ સનરાઈઝ હોસ્ટેલના રેકટરને 25 જાન્યુઆરીના રોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા માર મારવાની ઘટના અને ત્યાર બાદ પોલીસની આરોપીઓની ધરપકડ કરવામાં કથિત નિષ્ક્રિયતાના ભારે પ્રત્યાઘાત પડયા છે. અરવલ્લી જિલ્લા કચ્છી પટેલ સમાજે મોટી આ મુદ્દાને સંદર્ભે સંખ્યામાં રેલી કાઢી હતી.

હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનારની ધરપકડ માટે ભવ્ય રેલી યોજાઈ
હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનારની ધરપકડ માટે ભવ્ય રેલી યોજાઈ

By

Published : Feb 5, 2020, 7:09 PM IST

અરવલ્લી જિલ્લાના અંદાજે 72 ગામોના મહિલાઓ સહિત પાંચ હજારથી વધારે લોકો નગરમાં આવેલા ઊમિયા માતાના મંદિરે એકત્ર થઇ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આ રેલીમાં આવેલા લોકોની માંગ હતી કે, જિલ્લા કલેકટર ચેમ્બરમાંથી નીચે આવી આવેદનપત્ર સ્વીકારે, જો કે, કલેક્ટરે પદની ગરિમાનું કારણ દર્શાવી નીચે આવવાની ના પાડી હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનારની ધરપકડ માટે ભવ્ય રેલી યોજાઈ

જો કે, હવે લોકો કલેક્ટર નીચે આવી આ કેસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપે તેવી જીદે ચડ્યા હતા. લગભગ બે કલાકના ધરણાં અને સૂત્રોચ્ચાર બાદ કલેક્ટરે નીચે આવી લોકોને હૈયાધારણાં આપી હતી.

ABOUT THE AUTHOR

...view details