- મોડાસામાં કોંગ્રેસને પડ્યો ફટકો
- લઘુમતી સમાજના 500 કોંગ્રેસ સમર્થક યુવાઓ AIMIM જોડાયા
- AIMIM કાર્યલાય પર યુવાનો વિધિવત પાર્ટીમાં જોડાતા જશ્નનો માહોલ સર્જાયો
અરવલ્લી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટેની કસરત શરૂ કરી દીધી છે. ફોર્મ જમા કરવા માટેની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ પણ થઇ ગયું છે. જો કે, ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારજગી જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. કોંગ્રેસમાં ટિકિટની દાવેદારી કરનારા 2 યુવા કાર્યકરો પાર્ટીની કાર્યવાહીથી અસંતુષ્ટ થતાં તેમના 500 જેટલા યુવા સમર્થકો સાથે કોંગ્રેસનો સાથ છોડી AIMIMમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AIMIM કાર્યલાય પર યુવાનો એ વિધિવત પાર્ટીમાં જોડાતા જશ્નનો માહોલ સર્જાયો હતો.