અરવલ્લી જિલ્લામાં આઉટ સોર્સિંગ પર કામ કરતા સફાઈ કામદારોને ફરીથી છૂટા કરતા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પશુપાલન અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાના વિવિધ પશુ દવાખાનાઓમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા 50થી વધારે કર્મચારીઓને છૂટા કરતા તેઓ બેરોજગાર બન્યા છે. કર્મચારીઓને છૂટા કરતા તેઓને ઘરમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે, જેને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને રજૂઆત કરવામાં આવી હતી.
અરવલ્લીમાં 50 કર્મચારીઓની નોકરી પર કાતર ફેરવતા કલેક્ટરને કરાઈ રજુઆત
અરવલ્લી: જિલ્લામાં સફાઈ કામદારોને વારંવાર છૂટા કરતા રોષ વ્યાપી ગયો છે. થોડા સમય પહેલા કલેક્ટર કચેરીમાં છુટા કરાયાની સમસ્યા થઇ હતી તો હવે જિલ્લાના પશુ દવાખાનમાં કામ કરતા 50 કર્મીઓ છૂટા કરાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
Aravalli
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની અધ્યક્ષતામાં છૂટા કરાયેલા સફાઈ કામદારોની રજૂઆતને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે. વાલ્મિકી સંગઠનના પ્રમુખના જણાવ્યા મુજબ, પશુ દવાખાનાઓમાં કામ કરતા 50થી વધારે કર્મચારીઓને છૂટા કરાતા તેઓની આર્થિક પરિસ્થિતિ વધુ નબળી પડી છે, અને જો તેઓને કામ પર નહીં લેવામાં આવે તો આગામી સમયમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચાઈ હતી.