મોડાસામાં દર વખતે આ કામગીરી માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ગત વર્ષે આ કામગીરી માટે અંદાજે રૂપિયા ચાર લાખની આસપાસમાં ઇજારો આપવામાં આવ્યો હતો. જોકે આ વખતે આ કામગીરી માટે 16થી 17 લાખનું ટેન્ડર મંજુર કરવામાં આવતા પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે હોબાળો કરી વિરોધ કર્યો હતો.
મોડાસામાં ગટરની સફાઈ કામગીરીના ખર્ચમાં 400% વધારો થતા, સામાન્ય સભામાં હોબાળો
મોડાસાઃ ચોમાસા પૂર્વે દર વર્ષે પાલિકા દ્વારા નગરની ગટરોની સફાઈ કામગીરી કરવામાં આવતી હોય છે. ગત વર્ષે આ કામગીરી માટે અંદાજે રૂપિયા 4 લાખની આસપાસમાં ઇજારો આપવામાં આવ્યો હતો. જોકે, આ વખતે આ કામગીરી માટે 16થી 17 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવતા પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે હોબાળો કરી વિરોધ કર્યો હતો.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, આ અંગે પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખે જણાવ્યું હતું કે, આ વખતે ગટરની સફાઇ સાથે અન્ય કામગીરી પણ આવરી લેવામાં આવી છે.