ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત 1284 જળસંચયના કામ હાથ ધરાયા

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત 1284 જળસંચયના કામ હાથ ધરવામાં આવ્યાં છે.

Etv Bharat
Aravalli

By

Published : May 16, 2020, 8:14 PM IST

મોડાસાઃ સમગ્ર રાજયમાં વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ રાખવા તળાવો, ચેકડેમો અને ખેત તલાવડીઓ વગેરેમાં રોકીને જળસંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાના આશયથી રાજય સરકાર દ્વારા જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત 1284 જળ સંચયના કામો હાથ ધરાયા છે.

જળ સંચય અભિયાન જિલ્લામાં જળસંપત્તિ વિભાગના 1010, પાણી પુરવઠા વિભાગના 51, ગ્રામ વિકાસના 125, વન વિભાગના 69, વોટર શેડના 23 અને નગરપાલિકાના 23 એમ મળી કુલ 1284 જળસંચયના કામો હાથ ધરાયા છે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડમ ડીસિલ્ટીંવગ, નહેરોના ડીસિલ્ટીં ગના કામોને આવરી લેવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધી 79 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે 331 કામો પ્રગતિ હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details