ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 593 થઈ - Aravalli Latest News

અરવલ્લી જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 593 પર પહોંચ્યો છે. જે પૈકી 481 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ કોરોનાના કુલ 47 દર્દીઓ સારવાર હેઠળ છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા
અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા

By

Published : Nov 3, 2020, 2:05 AM IST

  • અરલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ સામે આવતા કુલ કેસ 593
  • મોડાસામાં 5, ધનસુરામાં 3 ભિલોડામાં 01 અને બાયડમાં 01 કેસ નોંધાયા
  • જિલ્લામાં હાલ 47 દર્દીઓ સારવાર હેઠળ

અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના 10 કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 593 પર પહોંચ્યો છે. સોમવારે મોડાસામાં 5, ધનસુરામાં 3 ભિલોડામાં 01 અને બાયડમાં 01 કેસ નોંધાયો છે. નોંધનીય છે કે, સોમવારે મોડાસા મામલતદાર, નાયબ મામલતદાર અને એક કર્મચારી કોરોના સંક્રમિત થતા મામલતદાર કચેરી ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા

સબજેલમાં 14 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા

આ ઉપરાંત સબજેલમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવતા એક કર્મચારી અને 14 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 10 કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં જેલમાં એક કોરોના પોઝિટિવ કેદી આવ્યો હતો. આ કેદીના બેરેકના તમામ કેદીઓના રેપિડ ટેસ્ટ કરાવતા 14 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં કુલ 593 દર્દીઓમાંથી 481 દર્દીઓ સ્વસ્થ થયા

જિલ્લામાં કુલ 593 દર્દીઓમાંથી 481 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ કુલ 47 દર્દીઓ સારવાર હેઠળ છે. વાત્રક હોસ્પિટલમાં 08, મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 24 , હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 02, અમદાવાદની હોસ્પિટલમાં 06 અને હોમ આઇસોલેશનમાં 07 દર્દીઓ છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details