આણંદ : દાવોલ ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં નશામાં ચકચૂર થયલી અમદાવાદની યુવતીએ મંદિરમાં દારૂ છાટ્યાનો (Woman Sprinkled Alcohol Temple In Davol) કિસ્સો સામે આવ્યો છે. મંદિરને અપવિત્ર કરતા સમગ્ર ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જો કે ગામ લોકોએ આજે મંદિરને ગંગાજળથી પવિત્ર કરી આવું કૃત્ય કરનાર યુવતી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
માતાજીને અર્પણ કરવા વિદેશી દારૂ લાવી
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જણાવ્યું કે, હાલ માતાજીના પવિત્ર ગુપ્ત નોરતા ચાલી રહ્યા છે. ત્યારે ભક્તો આસ્થા સાથે માતાજીની પૂજા આરાધના કરી રહ્યા છે. ત્યારે માતાજી મંદિરમાં બે દિવસ પૂર્વે અમદાવાદની યુવતી બિનલ શાહ દાવોલ ખાતે નશામાં ચકચૂર (Alcohol in the Temple) થઈ મંદિરે દર્શન કરવા આવી હતી. માતાજીને અર્પણ કરવા વિદેશી દારૂ પણ લાવી હતી.