આણંદઃ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં કુલ 286 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને માસ્ક ન પહેરનારા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી હતી.
માસ્ક વગર નિકળતા લોકોને પોલીસે ફટકાર્યો દંડ આણંદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં માસ્ક પહેર્યા સિવાય બહાર નીકળતા નાગરિકોને સરકારી નિયમ અનુસાર 200 રૂપિયાનો દંડ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
માસ્ક વગર નિકળતા લોકોને પોલીસે ફટકાર્યો દંડ આણંદ શહેર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એમ. રામીએ જણાવ્યું હતું કે, આ બીમારી સામે લડવા આપણે પોતે સજાગ બનવું પડશે. આપણે સલામત રહીશું તો પરિવાર સલામત રહશે અને પરિવાર સલામત રહેશે તો દેશ સલામત રહશે. જે માટે કોરોના સામે સાવચેત રહી અને સરકારી નિયમોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી હતી.
માસ્ક વગર નિકળતા લોકોને પોલીસે ફટકાર્યો દંડ પ્રાપ્ત માહિતી અનુસાર આણંદમાં અંદાજીત દરરોજ સરેરાશ 3,000થી 3,500 રૂપિયાનો દંડ નાગરિકો પાસેથી ફક્ત માસ્ક ન પહેરવા બાબતે ઉઘરાવવામાં આવે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજદિન સુધી અંદાજીત 8700 લોકો પાસેથી 17 લાખ રૂપિયાથી વધુનો દંડ સમગ્ર જિલ્લામાંથી વસૂલવામાં આવ્યો છે. જે બાદ હવે નાગરિકો જાગૃત બન્યા છે અને સલામતી સાથે દંડની બીકે માસ્કનો ઉપયોગ કરતા બન્યા છે. જેથી કોરોના સંક્રમણનો ખતરો સંભવિત ઘટી રહ્યો છે.
માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નિકળશો તો તંત્ર ફટકારશે દંડ