- કોરોના(corona)ના કેસમાં નોંધાયો ઘટાડો
- કોરોના(corona)માં સુપર સ્પ્રેડર બનતા વેપારીઓએ નિયમોના ઉડાવ્યા ધજાગરા
- તંત્રની ગાઈડલાઈન કાગળ પૂરતી રહી સીમિત
આણંદઃરાજ્યમાં કોરોના (corona)મહામારી દરમિયાન હજારો લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં કોરોના(corona)ના દર્દીઓમાં ધરખમ વધારો થયો હતો. જેના કારણે સરકાર દ્વારા જિલ્લામાં આંશિક બંધ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણ માટે કડક નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી હતી.
આણંદ શાકમાર્કેટમાં કોવિડ(covid)ના નિયમો મુકાયા નેવે આ પણ વાંચોઃETV BHARATનું રિયાલીટી ચેક, અમદાવાદમાં કોરોનાના નિર્દેશોનું કેટલું પાલન..?
કોરોનાના સંક્રમણની ગતિ ધીમી પડતી દેખાઈ રહી છે
છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં કોરોના(corona)ના સંક્રમણની ગતિ ધીમી પડતી દેખાઈ રહી છે. ત્યારે આણંદમાં જીવનજરૂરિયાતની વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારે લોકો કોરોના(corona)ના નિયમનું પાલન કરે છે કે નહિ, તે અંગે ETV Bharat દ્વારા આણંદની મોટી શાકમાર્કેટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
આણંદ શાકમાર્કેટમાં કોવિડ(covid)ના નિયમો મુકાયા નેવે વેપારીઓ અને ગ્રાહકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા
ETV Bharat દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા હતા. મોટાભાગના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, કોરોના સંક્રમણમાં ઘણા કિસ્સામાં ફેરિયાઓ અને વેપારીઓ સુપર સ્પ્રેડરની ભૂમિકામાં જોવા મળ્યા છે. તેવામાં આણંદના મુખ્ય શાકમાર્કેટમાં લાપરવાહીના કારણે કોરોના(corona)ને આમંત્રણ અપાતી ભીતિ જોવા મળી હતી.
આણંદ શાકમાર્કેટમાં કોવિડ(covid)ના નિયમો મુકાયા નેવેઆણંદ શાકમાર્કેટમાં કોવિડ(covid)ના નિયમો મુકાયા નેવે કોરોનાના કારણે જિલ્લામાં 47 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
ઉલ્લેખનીય છે કે, કોરોના(corona)ની બીજી લહેરમાં રોકેટ ગતિથી વધેલા કોરોના સંક્રમણે જિલ્લામાં કોરોના(corona) સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9487એ પહોંચાડી દીધો હતો. કાળમુખા કોરોનાના કારણે જિલ્લામાં 47 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં બીજી લહેરમાં 20થી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આણંદ શાકમાર્કેટમાં કોવિડ(covid)ના નિયમો મુકાયા નેવે આ પણ વાંચોઃછૂટછાટ મળતા પ્રજા બેકાબૂ, રાજકોટની શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ભીડ અને નાગરિકોની લાપરવાહીના કારણે કોરોનાના કેસ વધે તેવી સ્થિતિ જોવા મળી
સરકારી આંકડા કરતા અનેક લોકોને કોરોના(corona)નું સંક્રમણ લાગ્યા પછી સારવાર દરમિયાન અને તે બાદ જીવ ગુમાવ્યા છે. જેનો આંકડો કૈલાશભૂમીમાં ચિંતાજનક સ્થિતિ વર્ણવી રહ્યો છે. હાલમાં આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ધીમી દેખાઇ રહી છે, ત્યારે બજારોમાં જામતી ભીડ અને અમુક નાગરિકોની લાપરવાહીના કારણે કોરોના (corona)પાછો માથું ઊંચકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.