- આણંદમાં શાકભાજીના ભાવ આસમાને
- જૂન મહિનાના અંત સુધીમાં બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ
- વેપારીઓને બેંગ્લુરૂ, નાસિક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી શાકભાજીનો જથ્થો મગાવવાની ફરજ પડી
આણંદ : APMCના સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ (Rain) પડતાંની સાથે ખેતરમાં પાણી ભરાઇ જવાથી શાકભાજી (Vegetables) પાકને ભારે નુકસાન થયું હતું. સામાન્ય દિવસોમાં પ્રત્યેક ખેડૂત 60થી 70 જેટલા શાકભાજીના પ્લાસ્ટીક બેગના પોટલા લઇને સામરખા ચોકડી શાકમાર્કેટ (Vegetable market)માં વેચાણ કરવા માટે આવતાં હતા. જે હાલમાં વરસાદને (Rain) કારણે જૂન મહિનાના અંત સુધીમાં બજારમાં શાકભાજી (Vegetables)ની આવક ઘટી ગઈ છે. જેને પગલે બીજા રાજ્યમાંથી શાકભાજી (Vegetables)ની આયાત કરવી પડે છે. આણંદ શહેરમાં દરરોજ બેંગ્લુરૂથી 300 કેરેટ જેટલા ટામેટા મગાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : રાજકોટ ગૃહીણી માટે માઠા સમાચાર, શાકભાજીના ભાવમાં થયો બમણો વધારો
ખરીદનાર અને ઉત્પાદન કરનાર બન્નેને નુકસાન થઈ રહ્યું છે
રિટેલ માર્કેટમાં શાકભાજી (Vegetables)ના ભાવ ડબલ થઇ જતાં ગૃહિણીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દુઃખની વાત એ છે કે, શાકભાજી (Vegetables)માં થયેલા વધારાનો ફાયદો ખેડૂતોને નહીં, પરંતુ વેપારીઓને થયો છે. આમ ખરીદનાર અને ઉત્પાદન કરનાર બન્નેને નુકસાન થઈ રહ્યું છે.