ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉકડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું

દેશમાં જ્યારે lock down છે ત્યારે તેનો સદુપયોગ કરી આણંદ પાસેના મોગરી ગામે રહેતાં એક મોબાઈલ મિકેનિક યુવાને તેના જૂના બાઇકમાંથી ટ્રેક્ટર બનાવી તેનો સફળ પ્રયોગ કર્યો છે.

લૉક ડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું
લૉક ડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું

By

Published : May 22, 2020, 8:12 PM IST

આણંદઃ જિલ્લાના મોગરી ગામે રહેતાં હીરેન પટેલ નામના યુવાને lock down દરમિયાન ઘેર રહી પોતાના જૂના પલ્સર બાઈકમાંથી નાનું ટ્રેક્ટર બનાવ્યું છે. આ યુવાને lock downનો સદુપયોગ કરી ફ્રી બેસી રહ્યાં કરતાં બે-ત્રણ મહિનાની મહેનતના અંતે 60 કિલોમીટરની ટોપ સ્પીડે ચાલતું અને એક લિટરમાં 50ની માઇલેજ આપતું ટ્રેક્ટર બનાવી લોકોને આશ્ચર્યમાં નાખી દીધાં છે.

લૉક ડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું
હીરેન પટેલ દ્વારા વિકસાવાયેલ ટ્રેકટરને મેડ ઇન ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. જ્યારે દેશના વડાપ્રધાન દેશમાં આત્મનિર્ભર બનવાની વાત કરતા હોય ત્યારે બહોળો યુવાવર્ગ ધરાવતાં ભારત દેશના નવયુવાન દ્વારા લોક ડાઉન સમયનો સદુપયોગ કરી ટ્રેક્ટર બનાવ્યું છે, જે અસલી ટ્રેક્ટર જેવી તમામ ખૂબીઓ ધરાવે છે. આ ટ્રેક્ટરમાં 3 liter fuel tank પણ લગાવવામાં આવી છે. લાઈટ, સાઉન્ડ સિસ્ટમ, ફોન મોબાઈલ ચાર્જર જેવી સુવિધાઓથી સજ્જ આ ટ્રેકટર ખેતરમાં દાંતી મારવાનું, પાવડો મારવાનું વગેરે કામ કરી શકે છે. સાથે જ નાની ટ્રોલી અને વોટર ટેન્કર પણ આમાં જોડી શકાય છે. જેના ઉપયોગથી પાણી છાંટવું હોય કે માલની હેરફેર કરવી હોય, તે તમામ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ રીતે ચલાવી શકાય તે રીતે બનાવવામાં આવ્યું છે.
લૉક ડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું
હીરેનભાઈ વ્યવસાયે મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. હીરેનભાઈએ શોખ ખાતર lockdown માં સમય પસાર કરવા માટે બનાવેલ આ એક ઉપયોગી સાધન છે. અગાઉ પણ તેમણે સ્કૂટરમાંથી મીની જીપ તૈયાર કરી હતી. આ પ્રકારના ટ્રેક્ટર જો બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તો ધરતીપુત્રોને ઘણો ફાયદો પહોંચે તેમ છે. નાનું ટ્રેક્ટર હોવાથી ખેતીમાં પણ સારું કામ લાગી શકે તે પ્રકારની ડિઝાઈન છે સાથે જ ખેડૂતોને બચત કરાવે તેમ છે. આ ટ્રેક્ટરની મદદથી હીરેનભાઈ તેમની કારને પણ પહોંચી શકે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ નાનાંનાનાં અન્ય સાધનો પણ આ ટ્રેક્ટરની સાથે જોડી ખેતીના ઉપયોગમાં પણ લઇ શકાય છે. સાથે જ યાતાયાત માટે ઉપયોગમાં લઈ શકાય તે પ્રમાણેની ડિઝાઇન બનાવવામાં આવી છે. જે સાબિત કરે છે કે lock downનો સદુપયોગ આ રીતે પણ થઈ શકે.
લૉક ડાઉનનો સદઉપયોગ: મોબાઇલ મિકેનિકે બાઇકમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ABOUT THE AUTHOR

...view details