ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં કોરોનાથી વધુ બે લોકોનાં મોત, તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરવા વાલીઓની માંગ

ખંભાત તાલુકામાં એન્ટિજન્સી કીટ ન હોવાને કારણે સરકારી ચોપડે કોરોના શૂન્ય છે. બીજી તરફ સપ્તાહ દરમિયાન કોરોનામાં પાંચથી વધુના મોત થયા છે. ખંભાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ બેનાં મોત થયા હોવાથી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં લોકોમાં આક્રોશ વ્યાપેલો છે. જ્યારે બીજી તરફ હજારોની સંખ્યામાં કોરોના દર્દીઓ હોસ્પિટલો વિના બેહાલ સ્થિતિમાં હોવાથી ખાનગી ડોક્ટરો દ્વારા દર્દીઓને કોરોનાના નામે પૈસા પડાવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને સરકારી વિભાગની બે-ધારી નીતિને કારણે હાલ કારખાનાની જેમ નિયમોનું ઉલ્લંઘન કરી બાળકો પાસે પરીક્ષા આપવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. જેને લઇ વાલીઓએ તાત્કાલિક શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવા માંગ ઉઠાવી છે.

ખંભાતમાં કોરોનાથી વધુ બે લોકોનાં મોત
ખંભાતમાં કોરોનાથી વધુ બે લોકોનાં મોત

By

Published : Mar 21, 2021, 4:12 PM IST

Updated : Mar 21, 2021, 6:53 PM IST

  • ખંભાતમાં કોરોના કેસો બેફામ વધ્યા
  • કોરોનાથી વધુ 2નાં મોત થતાં શૈક્ષણિક કાર્ય તાત્કાલિક બંધ કરવા વાલીઓની માંગ
  • શહેરમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ શરુ કરવા માંગ
  • કોવિડના નામે ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટ
  • એક દિવસના 20,000 આપો પછી સારવાર મળશે-પાકું બીલ આપવાની ડોક્ટરોની આનાકાની

આણંદ: હાલ ખંભાતમાં 26થી વધુ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક ભૂતપૂર્વ શિક્ષકના અવસાન બાદ વાલીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ એન્ટિજન્સી ટેસ્ટની સુવિધા નથી પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામ કરતા શિક્ષકો તથા અધ્યાપકોને આજદિન સુધી કોરોના વેક્સિન આપવામાં આવી નથી. આ અંગે વાલી અગ્રણી રાહુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, ખંભાતમાં ઘેર-ઘેર કોરોનાના કેસો છે. એક લાખથી વધુ વસ્તી સામે એક પણ કોવિડ હોસ્પિટલ નથી. સરકાર બાળકોને મોતના મુખમાં ધકેલી દેવા માંગતી હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધોરણ-6થી 12ની પરીક્ષાઓ લેવામાં આવી રહી હોવાથી નાછૂટકે બાળકોને શાળામાં મોકલવા પડે છે. ખંભાતમાં આરોગ્ય સેવા શૂન્ય છે, તો સત્વરે શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં ન આવે તો અમે આંદોલનનું શસ્ત્ર ઉગામીશું.

આ પણ વાંચો:રાજકોટના લોકો સાવચેતી નહી રાખે તો બસ, ચાની દુકાનો સહિતની વસ્તુઓ થશે બંધ- મેયર

ખંભાત શહેરમાં વધુ 2નાં મોત

છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાથી ત્રણનાં મોત થયા હોવાથી કોરોના હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભરખી રહ્યો છે. ખંભાતના પોપટપુરા ગામના ચંદ્રકાંત સોમાભાઈ પટેલ તથા ખટનાલ ગામના છોટાભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. જેને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો:વડોદરામાં વધી રહેલા કોરોનાને પગલે તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા

શહેરમાં 2નાં મોત, સરકારી ચોપડે માત્ર દસ કેસ અને મોત એક પણ નહીં!!

આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ઈશ્વરભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ ખંભાતમાં એક સપ્તાહમાં કોરોનાના 10 કેસો છે. જ્યારે શહેર તથા તાલુકામાં એક પણ મોત થયું નથી. જ્યારે શહેરની પરિસ્થિતિ વાસ્તવમાં કંઈક અલગ જ છે.

કોવિડ હોસ્પિટલ શરૂ કરવી એ જિલ્લા આરોગ્ય અધિકારી અને કલેક્ટરના હાથમાં: ગિરીશ કાપડિયા

આ અંગે સિવિલ સર્જન ડોક્ટર ગિરીશ કાપડિયાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, કોઈ હોસ્પિટલ બાબતે હું કંઈ જાણતો નથી. ખંભાતમાં કોવિડ વોર્ડ શરૂ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે કલેક્ટરને રજૂઆત કરવાથી જ તે શક્ય બનશે. હોસ્પિટલ બાબતે તમામ સંકલન જિલ્લા આરોગ્ય અધિકારી અને કલેક્ટર કરી રહ્યા છે.

કોવિડના નામે એક દિવસના ખાનગી હોસ્પિટલમાં 20,000 રૂપિયા

ખંભાતમાં કોવિડ હોસ્પિટલ નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલો વાળા ઉઘાડી લૂંટ કરે છે. એક દિવસના 20,000 રૂપિયા વસૂલી જોઈએ તેવી સારવાર આપતા નથી. પાકું બીલ તો મળતું જ નથી. ગરીબ પ્રજા લૂંટાઇ રહી છે!!

કોવિડ હોસ્પિટલ બાબતે હોસ્પિટલના સંચાલકો સાથે વાટાઘાટો ચાલી રહી છે: જિલ્લા આરોગ્ય અધિકારી

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર છારીના જણાવ્યા અનુસાર ખંભાતની કોરોના બાબતે ઘણી બધી રજૂઆતો મળી છે. હાલ ખંભાતમાં કોરોના બાબતે સ્થિતિ ઘણી વિકટ છે. જે બાબતે અમે તાત્કાલિક ધોરણે પગલાં લેશું. હાલમાં ખંભાત કાર્ડિયાક હોસ્પિટલના સંચાલકો સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ છે. ટૂંક સમયમાં જ ખંભાતમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવશે.

Last Updated : Mar 21, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details