- આણંદના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું સેનિટાઈઝેશન ટૂલ
- ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ એ ટચ ફ્રી ડિસ્પેન્સર બનાવ્યું
- નજીવા ખર્ચમાં બનાવી સર્કિટ
આણંદ: વર્તમાન કોરોના મહામારીએ માનવ જીવન પર ઘેરી અશર છોડી છે. જેના કારણે લોકોની રહેણીકરણી બદલાઈ ગઇ છે. સામાન્ય રીતે મુક્ત મને ફરતો માનવી આજે કોરોનામાં નવા નિયમોના બંધનમાં જકડાઈ ગયો છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન અતિ આવશ્યક બની ગયું છે. કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ સરકારી નિયમો અનુસાર સંક્રમણથી બચવા માટે સામાજિક અંતર અને સેનિટાઈઝરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેવામાં આ પ્રકારના સેનિટાઈઝેશન માટે આવશ્યક ઉપકરણનું ચલણ પણ વધ્યું છે. જેમાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓએ ટચ ફ્રી સેન્સરબેઝ રિચાર્જેબલ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર સર્કિટ બનાવી
વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિકસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સમયની જરૂરિયાત મુજબ ટચ ફ્રી સેન્સરબેઝ રિચાર્જેબલ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર સર્કિટ બનાવી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે કોરોના મહામારી અળવાથી સહુથી વધુ ફેલાય છે. પંપ અને બોટલમાં જાહેર વપરાશ માટે રાખેલા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પણ સંક્રમણનો જોખમ ઉભું કરે છે. તેના ઉકેલ સ્વરૂપે બજારમાં મળતા ઓટોમેટિક સેન્સરબેઝ ડિસ્પેન્સર ખૂબ મોંઘા આવતા હોય છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિકના વિદ્યાર્થીઓએ ખુબ નજીવા ખર્ચે એવી સર્કિટ બનાવી છે. જે હાથ સાફ કરવા સેનિટાઈઝર માટે ટચ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
આ પણ વાંચો:અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે શરૂ કરાઈ માસ સેનિટાઇઝિંગ ટનલ