ઉઝબેકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન અદખસ ઇક્રામોવના અધ્યક્ષ સ્થાને આવેલા ડેલિગેશને અમુલ પ્લાન્ટની મુલાકાત લઇને અમુલ પ્લાન્ટની કાર્યપધ્ધતિ વિશેની માહિતી લીધી હતી.
ડેલીગેશનના પ્રમુખ અમુલના સહકારી નેટવર્કથી પ્રભાવિત થયા અદખસ ઇક્રામોવનાએ અમુલના મેનેજીંગ ડિરેક્ટર સાથે વિવિધ પ્લાન્ટની ચર્ચા કરીને તેના સહકારી ઘોરણે કરવામાં આવતી કાર્યપધ્ધતિ વિશેની સમજ મેળવી હતી. તેમજ અમુલના સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્ક તેમજ તેની સાંકળ વિશેની સમજ કેળવી હતી. જેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા. અને મેનેજીંગ ડિરેક્ટરને ઉઝબેકિસ્તાન આવીને પણ અમુલનું નેટવર્ક પ્રસ્થાપિત કરવા આવકાર્યા હતાં.
ડેલીગેશનના પ્રમુખ અમુલના સહકારી નેટવર્કથી પ્રભાવિત થયા ઇક્રામોવે સમગ્ર ડેલિગેશન વતી પોતાના અનુભવો વિશે જણાવ્યું હતું કે, અમુલનું સહકારી ઘોરણે કામ કરવાની પધ્ધતિથી હું ખુબ જ પ્રભાવિત થયો છું. તેમજ અમુલ દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડેક્ટ ખરેખર બિરદાવવા પાત્ર છે. તેમજ તકનીકી ક્ષેત્રે પણ અમુલ દ્વારા ઘણો વિકાસ કરીને ઝડપી ઉત્પાદન કરવામાં અગ્રેસર રહ્યું હોય તેમ મને લાગ્યુ છે. તેમજ અમુલની સફળતામાં મહિલાઓનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. જેમના શ્રમ અને ખંતને હું ખરેખર બિરદાવુ છું. તેમજ અમુલ પ્લાન્ટની આ કામગીરી અમારા દેશ માટે પણ ઉદાહરણ રૂપ બની રહેશે. તેમજ અમુલ દ્વારા ઘણી નવીન પ્રોડક્ટ અમને જોવા મળી છે. જે અમારા દેશમાં પણ દુર્લભ છે, જે કારણોસર હું અમુલને અમારા દેશમાં આવીને પ્લાન્ટ નાખવા આવકારૂ છું.
ડેલીગેશનના પ્રમુખ અમુલના સહકારી નેટવર્કથી પ્રભાવિત થયા ડેલીગેશનના પ્રમુખ અમુલના સહકારી નેટવર્કથી પ્રભાવિત થયા અમુલના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસ દ્વારા સમગ્ર ડેલિગેશનને અમુલના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં અમુલનું બટર પ્લાન્ટ, મિલ્ક પ્રોટક્ટ પ્લાન્ટ, બેબી પ્રોટક્ટ પ્લાન્ટ, તેમજ અન્ય પ્લાન્ટોની મુલાકાત કરાવીને દરેક પ્લાન્ટની કાર્યપધ્ધતિ તેમજ આધુનિક તકનિકીની સમજ આ ડેલિગેશનને આપવામાં આવી હતી. અમુલની વિવિધ પ્રોડક્ટનું પ્રદર્શન પણ ડેલિગેશનના અધ્યક્ષને બતાવવામાં આવ્યુ હતું. જેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.
ડેલીગેશનના પ્રમુખ અમુલના સહકારી નેટવર્કથી પ્રભાવિત થયા