કૃષિ યુનિ. અને IRMA દ્વારા નવા શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ કરાશે - MANAGMENT
આણંદ: કૃષિ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા એક નવો પાંચ વર્ષનો સંકલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. જે માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
AAU અને IRMA દ્વારા નવા શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ કરાશે
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ પ્રોગ્રામથી ડેરી ટેક્નોલોજીને dairy મેનેજમેન્ટની તાલીમ આપી ટેક્નોલોજી અને મેનેજમેન્ટ એમ બંનેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભવિષ્યમાં ડેરી ક્ષેત્રે થનારા વિકાસમાં ઉપયોગી થઈ શકે તેવા તજજ્ઞો તૈયાર કરવા માટે અત્યારથી કામગીરી હાથ ધરવામાં આવી છે.