- અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રાનું આણંદ જિલ્લામાં આગમન થયું
- 81 પદયાત્રીઓ આણંદ જિલ્લામાં પ્રવેશ્યા
- જિલ્લામાં બોરીયાવી ખાતે યાત્રીઓએ કર્યો વિશ્રામ
આણંદઃ 12 માર્ચ, 1930ના દિવસે ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલી દાંડીયાત્રા 24 દિવસની સફર કરી અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી ખાતે પહોંચી હતી. 91 વર્ષ બાદ 12મી માર્ચ 2021ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે શરૂ કરવવામાં આવેલી દાંડી યાત્રા મંગળવારે આણંદ જિલ્લામાં પ્રવેશી છે. 81 દાંડી યાત્રીકોએ આ યાત્રામાં ભાગ લીધો છે. તેઓ મંગળવારની સવારે આણંદ જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં વિશ્રામ કરી આ યાત્રા સાંજના સમયે આણંદ જવા માટે રવાના થશે.
આ પણ વાંચોઃ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
ETV BHARAT દ્વારા દાંડીયાત્રામાં જોડાયેલા યાત્રીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં યાત્રીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા, મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને યાત્રામાં જોડાયેલાં ચિંતન મહેતાએ યાત્રા સાથે સંકળાયેલા પોતાના અનુભવો ETV BHARATને જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા 91 વર્ષ પહેલાં જ્યારે ગાંધીજી દ્વારા અંગ્રેજ સરકારના મીઠા પર લગાવવામાં આવેલા આકરા કરના વિરોધમાં શરૂ કારવામાં આવી હતી. જેને ભારે જન સમર્થન મળ્યું હતું. આવુ જ સમર્થન અને આવકાર 91 વર્ષ પછી પ્રજા તરફથી આ 81 યાત્રીઓને મળી રહ્યું છે. ગાંધીજીની દાંડી યાત્રા ખૂબ જ સંઘર્ષ અને સરકારના વિરોધમાં જનજાગૃતિ લાવવા માટે અને આઝાદીના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી હતી.
દાંડી યાત્રા 90 કિલોમીટરની પગપાળા ચાલીને મંગળવારે આણંદ જિલ્લામાં પ્રવેશી