ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદનું ગૌરવ લજ્જા ગોસ્વામીએ ચાઇનામાં યોજાયેલ સ્પર્ધામાં દેશને 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ અપાવ્યો - ચાઇના

આણંદ: શહેર પાસેના જીટોડિયા ગામની વતની અને રાઈફલ શુટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર લજ્જા ગોસ્વામી ચાઇનામાં યોજાયેલ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. લજ્જા ગોસ્વામી ચાઇના ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2019માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. લજ્જાએ સ્પર્ધામાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.

Lajja Goswami

By

Published : Aug 21, 2019, 6:46 AM IST

લજ્જા ગોસ્વામી હાલ ગુજરાત પોલીસમાં હથીયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે ચાઇના ખાતે યોજાયેલ સ્પર્ધામાં દેશ તરફથી ગુજરાત પોલીસને પ્રેઝન્ટ કર્યા હતા. લજજા ગોસ્વામીએ સફળતા મેળવ્યા બાદ માદરે વતન જીટોડીયા ખાતે પરત ફરતા ભારે ઉત્સાહભેર સ્થાનિકો અને પોલીસે બેન્ડની બાઅદબ તાલ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદના સાંસદ મિતેશ પટેલે લજ્જા ગોસ્વામીની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, લજજા ગોસ્વામીએ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

આણંદનું ગૌરવ લજ્જા ગોસ્વામીએ ચાઇનામાં યોજાયેલ સ્પર્ધામાં દેશને 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ અપાવ્યો

ABOUT THE AUTHOR

...view details