આણંદ: દેશમાં લોકડાઉનના કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે અમૂલ ડેરી દ્વારા તેને સમર્થન કરતુ 1 પોસ્ટર ટ્વીટર પર ટ્વીટ કરતા ચર્ચામાં આવી ગયું હતું.
અમૂલ ડેરીએ આત્મનિર્ભર ભારતને આપ્યું સમર્થન, ટ્વીટર પર શેર કર્યું પોસ્ટર - Anand news
લોકડાઉનમાં અર્થતંત્રને થયેલા નુકસાનને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ અમૂલ ડેરી દ્વારા તેને સમર્થન કરતું એક પોસ્ટર ટ્વીટર પર ચર્ચામાં આવ્યું છે.
હાલમાં જ્યારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અર્થતંત્રને વેગ વધુ કરવા આત્મનિર્ભર ભારત માટે આહવાન કરાયું છે, ત્યારે અમુલે તેના નામ સાથે મેડ ઇન ઇન્ડિયા લકી અમૂલની બટરી ગર્લ્સ થકી ડ્રેગનને રોકવામાં આવતો હોય તેવું પોસ્ટર ટ્વીટર પર ટ્વીટ કરાતા આ પોસ્ટર ચર્ચામાં આવ્યું હતું.
અમુલ જે વિશ્વસ્તરીય બ્રાન્ડ છે અને અનેક દેશોમાં દૂધ અને દૂધની બનાવટોનું ટ્રેડિંગ પણ કરે છે, ત્યારે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી અમૂલ ડેરી તેના એક પોસ્ટરથી આત્મનિર્ભર ભારતને સમર્થન કરતું એક પોસ્ટર અમૂલ આઇકોન બટરી ગર્લ ડ્રેગનને રોકતું પોસ્ટર વિશ્વના બજારોમાં ચર્ચાનો વિષય બની ગયું હતું.