આણંદઃ વર્તમાન સમયમાં દેશમાં ચાલતા અનલોક-1માં અર્થતંત્રને વેગવાન બનાવવા રોજગાર પુનઃધમધમતા થયા છે, પરંતુ આ લોકડાઉન અને ત્યારબાદ આવેલ અનલોક-1માં શિક્ષણ ક્ષેત્રે અનેક અટકળો ઉભી થઇ છે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા માટે હજુ સુધી શાળા કોલેજ પુનઃ ચાલુ કરવા આવ્યા નથી.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં 29 જૂનથી જાહેર કરવામાં આવેલ પરીક્ષાને લઇ વિવાદના શૂર ઉઠ્યા આણંદ જિલ્લાની શિક્ષણનગરી વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અનલોક-1 જાહેર કરાયા બાદ સ્નાતક તથા અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવી હતી, જેનો વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલક મંડળ અને પ્રાધ્યાપક મંડળ સાથે સંકળાયેલા લોકોએ ભારે વીરોધ કર્યો હતો, ત્યારે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મિટિંગ બોલાવ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સ્નાતક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પરિક્ષા વિવાદનું સુખદ સમાધાન થયું, પરંતુ એ બાદ હજુ આવનાર 29 તારીખે અનુસ્નાતક કક્ષાની 4 જેટલી ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવતા હજુ વિરોધના શુર ઉઠી રહ્યા છે. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિત અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણી દ્વારા વિદ્યાનગરના એસ.પી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાની વાસ્તવિક પરિસ્થિતિ અંગે ETV BHARAT સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રો.શિરીષ કુલકર્ણી, કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, જે પ્રમાણે અનલોક શરૂ થયું અને હજુ ઘણી સંસ્થાઓમાં શિક્ષણકાર્ય શરૂ થયું નથી. ત્યારે છેલ્લા ત્રણ માસથી કોરોનાના ભય અને લોકડાઉનના માહોલમાં વિદ્યાર્થીઓ અભ્યાસના વાતાવરણથી અલગ થઈ જવા પામ્યા છે, જેને લઈ જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા આગામી 26 તારીખથી સેમેસ્ટરની પરીક્ષાઓ અંગે જાહેરાત કરતા વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ ડામાડોળ થવા પામી છે, પરંતુ તાજેતરમાં મળેલ સિન્ડિકેટ મિટિંગ બાદ વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લેવાયો છે. તેનાથી સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઘણી રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ જ્યારે આગામી 29મી તારીખે અનુસ્નાતક કક્ષાના વિદ્યાશાખાના 150 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેની જાહેરાતના પક્ષમાં કોઈ નિર્ણય ન લેવાતા હજુ પણ વિદ્યાર્થીઓમાં આંદોલનનો સુર પ્રવર્તી રહ્યો છે, અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જોઈએ વિદ્યાર્થીઓની પરિસ્થિતિને સમજીને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે પ્રમાણેના આયોજન બદ્ધ પરીક્ષા થકી આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્ર નવી પરીક્ષા પદ્ધતિઓ વિકસાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હશે તો યુનિવર્સિટી હશે, પરંતુ જો આ પ્રકારે કોઈ પણ આયોજન વગર પરીક્ષા જાહેર કરવામાં આવશે તો વિદ્યાર્થી પણ નહીં રહે અને યુનિવર્સિટી પણ નહીં રહે તેવી રજૂઆત કરી હતી.
અલ્પેશ પુરોહિત, સિન્ડિકેટ સભ્ય કોરોના મહામારીની ગંભીરતા સમજાવતા અલ્પેશ પુરોહિતે રાજ્ય સરકાર તથા યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી હતી કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સંક્રમણનું જોખમ રહે નહીં તે પ્રમાણે નવી પરીક્ષા પદ્ધતિ વિકસાવવામાં આવે અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે તો વિકાસશીલ ગુજરાતની નોંધ વિશ્વ સ્તરે લેવાશે તેવો તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં 29 જૂનથી જાહેર કરવામાં આવેલ પરીક્ષાને લઇ વિવાદના શૂર ઉઠ્યા બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સતીશ કુલકર્ણીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, યુનિવર્સિટી પાસે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જેમાં 29 તારીખે નક્કી થયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા અને સરકારી ધારાધોરણ મુજબના નિયમોનું પાલન કરી પરીક્ષા આપવા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થઈ શકે તેવી તમામ સુવિધાઓ યુનિવર્સિટીએ ઉભી કરેલ છે. પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને સેનેટાઈઝ કરવા, તેમનું થર્મલ ટેસ્ટીંગ કરવું, સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં 3500 વિદ્યાર્થીઓની કેપેસિટી વાળા હોલમાં આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવાની વ્યવસ્થા કરવી વગેરે બાબતોનું જવાબદારી સાથે ધ્યાન આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સંક્રમણની શક્ય તેટલી સંભાવનાઓ ઘટાડી શકાય, કુલપતિએ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે લોકડાઉનને કારણે વિદ્યાનગરમાં રહેઠાણ અને ભોજનના પ્રશ્ન વિદ્યાર્થીઓને ઊભા ના થાય તે માટે યુનિવર્સિટી દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવા માટેની ઓનલાઈન અરજીઓ પણ આવકારવામાં આવી છે, સાથે જ વિદ્યાર્થીઓને ભોજન માટે યુનિવર્સિટીની કેન્ટીનમાં કોન્ટ્રાક્ટરે વિદ્યાર્થીઓને નજીવા ખર્ચે ભોજન પૂરું પાડવાની સુવિધા આપી હોવાની યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે રીતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગોઠવણ કરી હોવાની વાઇસ ચાન્સેલર પ્રો,શિરીષ કુલકર્ણીએ ઇટીવી ભારત ને જાણકારી આપી હતી.
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં 29 જૂનથી જાહેર કરવામાં આવેલ પરીક્ષાને લઇ વિવાદના સૂર ઉઠ્યા હાલ 29 જૂનથી 4 જુલાઈ સુધી ચાલનાર અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષામાં વિવિધ 4 વિદ્યાશાખામાં અભ્યાસ કરતા અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે, જેથી સોશિયલ ડિસ્ટનસિંગ અંગે કોઈ સમસ્યા ઉભી ન થાય સાથે તેમના રહેવા અને જમવાની પણ વ્યવસ્થા જળવાઇ રહે તે રીતે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ અલ્પેશ પુરોહિતે સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે વૈશ્વિક મહામારી કોરોનાથી કોઈ વિદ્યાર્થી જો સંક્રમિત બને તો તેની માટે જવાબદાર કોણ? ત્યારે હવે વિદ્યાર્થી આગેવાન અને સિન્ડીકેટ સભ્ય દ્વારા નોંધવામાં આવતા વિરોધ તથા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના અભ્યાસના હિતમાં લીધેલ નિર્ણય વચ્ચે 29 તારીખે પરીક્ષા લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.