આણંદઃ આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આવેલ રેય પ્રોએક્ટિવ સોલ્યુશનના મેનેજિંગ ડિરેક્ટર તથા તેમના બે ભાઈએ મળીને એક એવું એડિટીવ તૈયાર કર્યું કે જેના સંપર્કમાં આવતાં જ તમામ પ્રકારના માઇક્રોબ્સ નિષ્ક્રિય થઈ જતાં હોય છે. આ એડિટેવનું તેમના દ્વારા pp નોન વોવન કપડાં પર નિશ્ચિત માત્રામાં લેમિનેસન આવરણ લગાવવામાં આવે છે. ત્યારબાદ એ કપડાંના બંડલ બનાવી તેમાંથી ppe શૂટ બનાવવામાં આવે છે.
મેડિકલ સ્ટાફને મજબૂત રક્ષા કવચ ઉપલબ્ધ કરાવનાર સિદ્ધાર્થ દોશીએ etv bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તેમની ટીમ દ્વારા આ વાયરસથી તમામ મેડિકલ સ્ટાફને રક્ષણ પુરૂ પાડવા એક નવા પ્રકારની PPE કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં વિષેશ પ્રકારના એડિટીવ માસ્ટર બેચનો ઉપયોગ કરી તેનું લેમીનેટ ફેબ્રિક તૈયાર કરી તેનો ઉપયોગ PPE સૂટ તૈયાર કરવામાં કર્યો.
સંશોધન: પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને રક્ષણ આપતી અનોખી PPE કિટ - આણંદ
સમગ્ર દેશમાં જ્યારે લૉક ડાઉન છે તેવા સંજોગોમાં દરેક વ્યક્તિ કોરોના સામે લડત આપવા પ્રયત્નો કરતા હોય છે. જેમાં તેની દવા શોધવાની વાત હોય કે તેનાથી રક્ષણ મેળવવા માટેના નવા સંશોધન લોકો કરી રહ્યાં છે. જેમાં આણંદ જિલ્લાના વતની ત્રણ ભાઈઓએ અનોખી ppe કિટનું સંશોધન કર્યું છે. જે એન્ટી માઈક્રોબિયલ ગુણધર્મ ધરાવે છે.
સંશોધન: પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને રક્ષણ આપતી અનોખી PPE કિટ
આ કિટ બન્યા બાદ ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ લિમિટેડ (GSMCL) દ્વારા એપ્રુવલ મેળવી રોજના 2500 યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ માટે ppe કિટનું ઉત્પાદન શરું કર્યું છે જેમાં ગુજરાત સરકારે પણ આ એન્ટી વાયરલ ppe કિટનું પરીક્ષણ કર્યા બાદ પ્રારંભિક 25000 કિટનો ઓર્ડર પણ આપ્યો છે.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ