ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણીઃ ડુબતી નૈયાને બચાવવા ભરતસિંહના હાથમાં કમાન, ફાર્મહાઉસમાં ધારાસભ્યોની ચાલી રહી છે ગુપ્ત મિટિંગ

રાજ્યસભા ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુનઃફાર્મહાઉસ રાજકારણ ચાલુ થયેલું નજરે પડ્યું છે આણંદ જિલ્લામાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા ધારાસભ્યો સાથે બેઠકનો સિલસિલો ચાલુ કર્યો છે.

Rajya Sabha elections
Rajya Sabha elections

By

Published : Jun 5, 2020, 7:37 PM IST

Updated : Jun 5, 2020, 8:03 PM IST

આણંદઃ જિલ્લા તેમજ ખેડા અને મધ્ય ગુજરાતના અન્ય ધારાસભ્યો સાથે આણંદના ઉમેટા પાસે આવેલા ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી. જેમાં ખુદ ભરતસિંહ સોલંકી કે, જેઓ શક્તિસિંહ ગોહેલ બાદ રાજ્યસભાના કોંગ્રેસ પક્ષના બીજા ઉમેદવાર છે. ત્યારે તેમના દ્વારા હવે ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી હોય તેમ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી.

રાજ્યસભા ચૂંટણીઃ ધારાસભ્યો ફાર્મહાઉસમાં મિટિંગ

અંદાજીત 10 જેટલી ગાડીઓમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ઉમેટા પાસે આવેલા એરિસ રિવર સાઈડ નામના ફાર્મહાઉસમાં આ મિટિંગ મળી હતી. ત્યારે આગામી દિવસોમાં આવનારી રાજ્ય સભાની ચૂંટણી પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામુ આપ્યા પછી મળેલી આ મિટિંગ ક્યાંક કોંગ્રેસની પ્રેસર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ મિટિંગમાં આણંદ, સોજીત્રા, બોરસદ, મહુધા, ઠાસરા, બાલાસિનોર, બાયડ વગેરે બેઠકના ધારાસભ્યો આ ફાર્મહાઉસમાં ભેગા થયા છે, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ નવી રણનીતી સાથે સામે આવે તેવી શક્યતાઓ છે.

Last Updated : Jun 5, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details