- કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમનું આયોજન
- આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું આયોજન
- કાર્યક્રમમાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
આણંદ: જિલ્લા કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. સાથે જ કોરોનાની ગાઈડ લાઈન્સનું પણ ઉલ્લંઘન જણાયું હતું. જેથી પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઘટના સ્થળે ભેગા થયેલા કોંગ્રેસના કાર્યકરો ખેડૂત આંદોલનના સમર્થનમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં.
જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમૂલ ડેરી રોડ પર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કોંગ્રેસી કાર્યકરોએ કર્યા સરકાર વિરોધી સુત્રોચ્ચાર
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ઉલ્લંધન જણાયું હતું. જેથી પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેથી કાર્યકરો દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પોલીસે કરી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
કોવિડની ગાઈડલાઈન્સ સામાન્ય પ્રજા માટે હોય અને નેતાઓને કોઈ નિયમ લાગુ ન પડતા હોય તેવું ફરી એકવાર જોવા મળ્યું હતું. જ્યારે રાજકીય પક્ષો દ્વારા આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે અવારનવાર કોવિડના નિયમોનું ઉલ્લંઘન થતું રહે છે. આણંદમાં પણ કોંગ્રેસના કાર્યક્રમમાં સ્પષ્ટપણે કોવિડની ગાઈડલાનનું ઉલ્લંઘન થતું જણાયું હતું. જેથી પોલીસ દ્વારા કોંગ્રેસી કોર્યકરોની અટકાયત કરવાના પગલાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો કાંતિ ગામીતની પૌત્રીની સગાઇના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, રાજ્ય સરકારની કાઢી ઝાટકણી