એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાનીએ ખેતીની સફળ કહાની...
ઓછી જમીનમાં મોટી આવક મેળવી આણંદના પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આ ખેડૂત એક જ ખેતરમાં 17થી ખેતપેદાશોનું વાવેતર કરી મબલક કમાણી કરી રહ્યા છે. આણંદ જિલ્લાના બોરીયાવી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી સફળતાની કહાનીને ઉજાગર કરતો ETV BHARATનો વિશેષ અહેવાલ...
Boriyavi Progressive farmer
By
Published : Aug 5, 2020, 7:32 PM IST
આણંદઃ બોરીયાવીના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી જૈવિક ખેતી અપનાવી ટૂંકાગાળામાં મૂલ્યવર્ધિત કરી સારી આવક મેળવી રહ્યા છે. નરેશભાઈ દ્વારા હાલમાં જ એક ખેતરમાં 17થી વધુ પ્રકારના ખેતપેદાશોનું વાવેતર કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી સારી આવક મેળવવામાં આવી રહી છે.
આયુર્વેદિક ઔષધિઓનો પાવડર બનાવી વધુ આવક મેળવી રહ્યા છે
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં આ પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું કે, મોટાભાગે ખેડૂતો કોઈ એક જ પાકનું વાવેતર કરી રૂઢિગત ખેતી કરતા હોય છે, પરંતુ ઘણા કિસ્સામાં કુદરતી કે, કુત્રિમ આફતોના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાની ભીતિ રહેતી હોય છે. એક કરતા વધુ પાક જો ખેતરમાં વાવવામાં આવે તો ખેડૂતને કોઈને કોઈ રીતે સારી આવક થવાની શક્યતાઓમાં વધારો થાય છે.
વિવિધ પાક સાથે નરેશભાઈ આણંદ કૃષિ યુનિવર્સિટીના સતત સંપર્કમાં રહી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે
નરેશભાઈ દ્વારા તેમના 3 વીઘા જમીનમાં 17થી વધુ શાકભાજી તેમજ ફળોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનું સીધું વેચાણ ખેડૂત દ્વારા જ કરવામાં આવે છે. જેથી ખેડૂતને આર્થિક ફાયદો પણ થાય છે અને તેની ઉપજની સારી કિંમત પણ મળે છે.
ખેતરમાં વાવેલા પાકની યાદી
સુરણ
હળદર
ટીંડોરાં
પરવળ
ભીંડા
રીંગણ
ગલકા
દૂધી
મરચા
મીઠો લીમડો
ફુદીનો
ચાંદરર્દો
આદુ
અડવી
લીંબુ
સરગવો
પપૈયો
લીલી ચા
કેળા
રતાળુ
દાડમ
નાળિયેરી
ગળો
લેમન ગ્રાસ
મોટા શહેરોમાં ઓર્ગેનિક શાકભાજીના માગમાં વધારો થયો છે. બીજી તરફ આરોગ્યને લઈ નાગરિકોમાં પણ જાગૃતતા આવી રહી છે. જેથી કેમિકલ યુક્ત શાકભાજી અને ફળની જગ્યાએ બજારમાં ઓર્ગેનિક કૃષિ પેદાશોની માગમાં વૃદ્ધિ થવા પામી છે.
ખેડૂત એક જ ખેતરમાં 17થી ખેતપેદાશોનું વાવેતર કરી મબલક કમાણી કરી રહ્યા છે
સામાન્ય રીતે કોઈપણ પ્રકારના ખેત ઉત્પાદનમાં જ્યારે ખેડૂત દ્વારા વેલ્યુએડિશન કરવામાં આવે છે, ત્યારે તેની કિંમતમાં આપમેળે વધારો થતો હોય છે. આજ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી નરેશભાઈએ ઔષધીય પાક જેવા કે ફુદીનો, લીલી ચા, હળદર, આદુ સરગવો વગેરે આયુર્વેદિક ઔષધિઓનો પાવડર બનાવી વધુ આવક મેળવી રહ્યા છે.
નરેશભાઈ દ્વારા તેમના 3 વીઘા જમીનમાં 17થી વધુ શાકભાજી તેમજ ફળોનું વાવેતર કરવામાં આવ્યું છે
વિવિધ પ્રકારના પાક સાથે નરેશભાઈ આણંદ કૃષિ યુનિવર્સિટીના સતત સંપર્કમાં રહી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે પણ આ ખેડૂતની આવકમાં કોઈ અસર થઈ નથી, પરંતુ આ પરિસ્થિતિમાં પણ ઓર્ગેનિક ખેત ઉત્પાદનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
નરેશભાઈએ ઔષધીય પાક જેવા કે ફુદીનો, લીલી ચા, હળદર, આદુ સરગવો વગેરે આયુર્વેદિક ઔષધિઓનો પાવડર બનાવી વધુ આવક મેળવી રહ્યા છે
લોકડાઉન દરમિયાન પણ ખેડૂતની આવકમાં સતત વધારો થયો છે. નરેશ ભાઈને જૈવિક ખેતી અને તેમની ઉપલબ્ધિઓ માટે અનેક એવોર્ડ પણ મળ્યા છે. આ સાથે જ ઓછી જમીનમાં મોટી આવક મેળવી આણંદના આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાની ખેતીની સફળ કહાની