ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસના પગલે લોકડાઉનઃ આણંદમાં બપોરે 2 કલાક બાદ દુકાનો બંધ રાખવાનો આદેશ

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરિયાણાની દુકાનો તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણ માટે બે કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેનો નાગરિકો અને વેપારીઓ ચુસ્તપણે પાલન કરતા નજરે ચડ્યા હતા.

Order to close shop in Anand after 2pm
આણંદમાં બપોરે 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ

By

Published : Mar 25, 2020, 5:04 PM IST

Updated : Mar 25, 2020, 5:39 PM IST

આણંદઃ વૈશ્વિક મહામારી સમાન કોરના વાઈરસથી બચવા સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 21 દિવસ માટે સમગ્ર ભારત lockdown જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

બપોરે 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ

તંત્રએ કરેલી વ્યવસ્થાના ભાગરૂપે આણંદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી વેપારીઓને બપોરનાં 2 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેથી વ્યવસ્થા જાળવવામાં તંત્રને સરળતા રહે. જેના ભાગરૂપે વેપારીઓ દ્વારા પણ બે કલાકે દુકાનો બંધ કરીને તંત્રને સહયોગ આપવામાં આવી રહ્યો છે.

આણંદમાં બપોરે 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ

આણંદના બજારો 2 કલાક બાદ સંપૂર્ણ ખાલી દેખાયા હતા. માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો. આણંદની આ પરિસ્થિતિ જોતા કહી શકાય કે, આણંદના નાગરિકો આ બીમારીને ગંભીરતાથી લઈ સાવચેત રહ્યા છે.

બપોરે 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ

ઉલ્લેખનીય છે કે, આણંદવાસીઓ કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. લોકો સરકારની અપીલને ગંભીરતાથી લઇ lockdownને સમર્થન આપી રહ્યા છે.

Last Updated : Mar 25, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details