ઓડ નગરપાલિકાની ચૂંટણી બની લોહીયાળ, બે જૂથ વચ્ચેની અથડામણમાં 7 ઘાયલ
આણંદઃ ઉમરેઠ તાલુકાના ઓડ ગામે યોજાયેલ પ્રમુખની ચૂંટણીની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સાત લોકોને ઈજા પહોંચી હતી. જે તમામને આણંદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જે ઘટનાના CCTV વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અથડામણ અંગે ખંભોળ પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ચારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓડ ગામે નગરપાલીકાની ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સાત લોકોને ઇજા પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઇને બંને પક્ષઓએ સામ સામે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર ઘટના બની હોવાની જાણ ખંભોળ જ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઓડ ગામ ખાતે પહોંચી ગયો હતો અને એકત્ર થયેલા બન્ને પક્ષોના ટોળાઓને વિખેરી નાખ્યાં હતાં, ત્યારબાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે આણંદની અલગ-અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને લઇને ખંભોળ જ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી તેમાં ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.