ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાત જૂથ અથડામણ મુદ્દે સાંસદ મિતેશ પટેલ સાથે ETV ભારતની ખાસ વાતચીત

23 ફેબ્રુઆરીએ ખંભાતમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોએ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ પ્રશાસન ગુજરાત સરકાર અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ખંભાતમાં પૂનઃ શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી.

mp
ખંભાત

By

Published : Feb 27, 2020, 2:33 PM IST

Updated : Feb 27, 2020, 2:40 PM IST

આણંદ: કોમી રમખાણો બાદ ખંભાત શહેરના રહેવાસીઓમાં ભારે દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. સતત 48 કલાકથી વધુ શહેરમાં ભારેલા અગ્નિ સમાન પરિસ્થિતિનું સર્જન થયું હતું. સરકાર, ગૃહ વિભાગ તથા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ પોતે ખંભાતની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૌથી વધુ મકાનોને આગચંપીના બનાવ બન્યા હતા. સાથે સાથે 200થી વધારે સાધનને નુકસાન પહોંચાડી જૂથ અથડામણમાં બે કોમના લોકોએ સામે આતંક મચાવ્યો હતો. ત્યારે ખંભાતના ઘણા વિસ્તારોમાં સ્થાનિકોએ રોજ રોજના આ ઝઘડા અને અથડામણોથી કંટાળી હિજરત કરી લીધાના સમાચાર સામે આવી રહ્યાં છે.

ખંભાત જૂથ અથડામણ મુદ્દે સાંસદ મિતેશ પટેલ સાથે Etv ભારતની ખાસ વાતચીત

આ તમામ પરિસ્થિતિમાં ખંભાતમાં કોમી રમખાણો ફાટી નીકળવા પાછળ કયા કારણો જવાબદાર છે. તથા સરકાર આગામી દિવસોમાં ખંભાતમાં કયા પ્રકારના આકરા નિર્ણયો લેશે. તે વિશે ખાસ વાત-ચીત આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ સાથે etv bharat દ્વારા કરવામાં આવી હતી. જેમાં મિતેશભાઇએ જણાવ્યું હતું કે, અવાર નવાર ખંભાતમાં ફાટી નીકળતા કોમી રમખાણો પર કાયમી અંકુશ લાદવા સરકાર દ્વારા કટિબદ્ધતા દાખવવામાં આવી છે.

ગુજરાતની સંવેદનશીલ સરકાર ખંભાતમાં આગામી દિવસોમાં પૂર્ણ શાંતિ સ્થપાઈ રહે તે દિશામાં નક્કર પગલાં લેવા માટે કટિબદ્ધ છે. ત્યારે સરકારે આણંદ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓની બદલીથી લઈ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ત્વરિત નિર્ણય કરી ખંભાતમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મિતેશ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રાહ્મીક વાતોમાં આવ્યા સિવાય સ્થાનિકોએ જાગૃકતા દાખવીને સોશિયલ મીડિયામાં ખોટા વાયરલ થતા મેસેજથી ભ્રમિત ના થવું જોઈએ તથા સ્થાનિકોને પણ શાંતિની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક વાતો અથવા ટિપ્પણીઓથી દૂર રહી ખંભાતમાં પુન શાંતિ સ્થપાય તે માટે સ્થાનિકોએ જાગૃતિ દાખવવી જોઈએ. મિતેશ પટેલે ઉમેર્યું હતું કે, જે પ્રમાણે ખંભાતમાં અવારનવાર જૂથ અથડામણના બનાવો બને છે. તે માટે તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી છે.

ખંભાત જૂથ અથડામણ

આગામી દિવસોમાં સરકાર તેનું કાયમી સમાધાન લાવશે. તેમ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્યમાં બીજેપીની સરકાર છે, આણંદ જિલ્લામાં લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપનું શાસન છે, તેમ છતાં ખંભાતમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળના કારણમાં મિતેશ પટેલ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે. જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે. ત્યારે સરકાર અને તંત્ર પગલાં લે છે અને તેના ઉપર પર કાર્યવાહી કરી પ્રજાના હિતમાં સરકાર નિર્ણયો લેતી હોય છે. ખંભાત બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા તેનું કામ કરશે તેવું તેમણે જણાવ્યું હતું.

ખંભાત જૂથ અથડામણ
શિવાનંદ ઝા

etv bharat સાથેની વાતચીતમાં મિતેશ પટેલે લોકોને શાંતિ ની અપીલ કરી હતી અને આગમી દિવસોમાં પુનઃ આવી ઘટના ન બને તેમાટે નકર પગલાં ભરવા માટે સરકારને રજૂઆત કરી હોવાની જાણકારી આપી હતી.

Last Updated : Feb 27, 2020, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details