- આણંદમાં રાષ્ટ્રીય દૂધ દીવસની ઉજવણી
- ડૉ.કુરિયનના 100માં જન્મદિવસ નિમિતે કાર્યક્રમ
- IDMC દ્વારા લોન્ચ કરવામાં આવ્યું પોર્ટેબલ મિલ્કિંગમશીન
- નાના પશુપાલકો માટે કર્યું ડિઝાઇન, બાઇક પર થઈ શકશે ફિટ
આણંદ: દેશમાં સ્વેતક્રાંતિના પ્રણેતા અને ભારતને વિશ્વ સ્તરે દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રીમ સ્થાન અપાવવામાં અતુલ્ય યોગદાન આપનાર મિલ્કમેન ઓફ ઇન્ડિયા (milk man of India) ડો.વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આણંદના NDDB કેમ્પસમાં ઉજવણી (Celebration of National Milk Day in Anand ) કરવામાં આવી રહી છે. ડો.કુરિયન દ્વારા ડેરી ક્ષેત્રમાં વપરાતી મશીનરી અને ટેકનોલોજીના વિસ્તરણ માટે IDMCની સ્થાપના માટે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. આજે તેમની 100મી જન્મજયંતિની ઊજવણીના ભાગ રૂપે વિશેષ ગુણધર્મો સાથેની કોમ્પેક્ટ મિલ્કિંગ બાઇકને લીલી ઝંડી (Milking Machine Launch in Gujarat) કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા સાથે ડેરી ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
નાના પશુપાલકોને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે મશીનનું નિર્માણ
આણંદના નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના પરિસરમાંથી લોન્ચ કરવામાં આવેલ બાઇક પોર્ટેબલ મિલકિંગ યુનિટ અંગે માહિતી આપતા IDMCના સેલ્સ એન્ડ માર્કેટિંગના મેનેજર ભાવેશ મોદી એ ETV ભારતને જણાવ્યું હતું કે, આ મશીનનું નિર્માણ IDMC દ્વારા નાના પશુપાલકોને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટેનો છે, આ મશીનમાં હોન્ડાનું એન્જીન 1.5 લિટર 3 hp પાવર જનરેટર એન્જીન લગાવવામાં આવ્યું છે, જે લાઈટ અને વિદ્યુતના પર્યાય તરીકે ઉપયોગમાં આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવ્યું છે, જેને સેક્યુમ મોટર 5 hpની સાથે જોડીને તેમાં મિલકિંગ યુનિટ બકેટ બેસાડવામાં આવ્યા છે. જેમાં પાલસેટેર, મિલ્કિંગ ટ્યુબ, વેક્યુમ ટ્યુબ, રબર લાઈનર, ટીટ કપ અને 20 લિટર મિલ્ક ટેન્ક 2 જોડવામાં આવ્યા છે. જે એક સમયે બે પશુઓનું મિલકિંગ કરી શકે છે. આ સમગ્ર યુનિટને એસ.એસ બોડી સ્ટ્રક્ચરમાં ફિટ કરવામાં આવ્યું છે જેને બનાવવાની કોસ્ટ 66000 જેટલી થાય છે, જેને NDDB દ્વારા આગામી દિવસોમાં પશુપાલકો માટે ફિલ્ડમાં પહોંચાડવામાં આવશે.