આણંદઃ માનવતા પરમો ધર્મના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતો એક દેશ પ્રેમી વિદેશનરા પરથી ભારતમાં આવ્યો અને લૉકડાઉનના કપરા સમયમાં 15,000 ગરીબના ભોજનની જવાબદારી ઉપાડી છે.
આ નાગરિકનું નામ છે, તનુજ પટેલ. હા તનુજ પટેલ અમેરિકામાં રહે છે અને ઘણા લાંબા સમયથી રૂટ્સ નામની સમાજસેવાની સંસ્થા ચલાવે છે, જ્યારે કોરોના સામે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું તો આ યુવાને દેશ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને બન્યું એમ કે તેના રૂટ્સ (મૂળ)માંથી તેને પ્રેરણા મળી, મૂળ એટલેકે, તેનાં કાકા તેમના કાકા જેઓ મિલસેંટ ઘરઘંટીના મલિક અને પૂર્વ રાજ્ય સરકારના પ્રધાન તરીકે સેવા આપી ચુકેલા રોહિતભાઈ પટેલ.
રોહિતભાઈ પટેલ પણ મુસીબતમાં પ્રજા માટે કંઈક કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે તનુજ દ્વારા કરવામાં આવેલી વાત બાદ રૂટ્સ અને મિલસેંટના સંયુક્ત ઉપક્રમે ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું નક્કી થયું અને જોત જોતામાં 15,000 ઉપરાંત જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન પહોંચાડવાનો સેવાયજ્ઞ ચાલુ કર્યો છે.