- જિલ્લા માટે તથા જિલ્લા મથક આણંદ શહેર માટે અલગ-અલગ જાહેરનામું
- જિલ્લા કલેક્ટરે બહાર પાડી નવી સૂચના
- મોટાભાગના વેપારીઓએ જાહેરનામાનું કર્યું પાલન
આણંદઃ જિલ્લામાં કોરોના પ્રકોપ પર નિયંત્રણ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા માટે તથા શહેર માટે અલગ-અલગ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આણંદ શહેરનો રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોની રાત્રિ કરફ્યૂની યાદીમાં સમાવેશ થતો હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા 28 એપ્રિલથી 5 મે સુધી આણંદ નગરપાલિકા વિસ્તારને આવરી લેતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં સંક્રમણ ન વધે અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટેની જરૂરી સૂચનાઓ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃકોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી
7 જેટલા મુદ્દે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે
- આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે, લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
- અંતિમક્રિયા/ દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવશે.
- સમગ્ર આણંદ જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેન્ક, ફાઈનાન્સ, ટેક સંબંધિત સેવાઓ, કેસ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેન્કનું એટીએમ /સીડીએમ રીપેર સ્ટોક એક્સચેન્જ બ્રોકર ઇન્સ્યોરન્સ કંપની તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.
- સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારની રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
- સમગ્ર જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
- સમગ્ર જિલ્લાના તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે, ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ ધાર્મિક સ્થળોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.
- પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50ટકા પેસેન્જરની કેપેસિટી સાથે ચાલુ રહેશે.
- અન્ય રાજયમાંથી આણંદ જિલ્લામાં પ્રવેશ કરતા પ્રવાસીઓને RT PCR ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ લાગુ પડશે.
- તમામે એફએસ કવર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે.
- જાહેરનામુ તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે.
આણંદ શહેર માટે લાગુ કરાયેલા નવા નિયમોના જાહેરનામાં પર વેપારીઓએ સમર્થન આપ્યું