- ખંભાતના ચેસ ચેમ્પિયન જોય શાહને મળ્યો જયદીપસિંહજી એવોર્ડ
- સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતે જોય શાહને એવોર્ડથી કર્યા સન્માનિત
- ચેસ ચેમ્પિયન જોય શાહે ચેસ માસ્ટરનું મેળવ્યું બિરુદ
આણંદઃ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ચેસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા 17 વર્ષની ઉંમરના જોય શાહને અનેક સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે જ હવે ખંભાતના આ ચેસ માસ્ટરને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ સાથે જ તેમણે આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચોઃજૂનાગઢની વિદ્યાર્થિનીએ NCCમાં એકમાત્ર કેડેટ તરીકે પસંદ થઈને કર્યું શહેરનું નામ રોશન
જોય શાહે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
ખંભાતમાં લિટલ ચેસ માસ્ટરનું બિરુદ મેળવનારા અને માત્ર 6 વર્ષની ઉંમરથી ચેસમાં માસ્ટરી મેળવનારા ખંભાતની કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ. કે. વાઘેલા ઈંગ્લિશ મીડિયમમાં ભણતો ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી જોય પંકજકુમાર શાહે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનધિત્વ કર્યું હતું અને તેને 3 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ મળ્યા હતા. તેના ઉત્તમ પ્રદર્શન પ્રદર્શન બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ સન્માન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકે મેળવી અલભ્ય સિદ્ધિ
જોયે અનેક દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે
આ અંગે ખંભાતની કેમ્બે એજ્યુકેશન સોસાયટીના મંત્રી હેમેન્દ્ર શાહએ જણાવ્યું હતું કે, જોય શાહ બાળપણથી સ્કૂલની સ્પર્ધાઓમાં હંમેશા અવ્વલ રહ્યો છે. તેણે ખેલ મહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ મેળવ્યા છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નેશનલ ટૂર્નામેન્ટમાં 3 બ્રોન્ઝ અને સિલ્વર મેડલથી તેને સન્માનિત કરવામાં આવ્યો છે. નાગપુર ખાતે યોજાયેલી ચેસ સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ પણ મેળવ્યો છે. અનેકવાર તેણે વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.